અભિનેતા શાહરૂખ ખાનનો દિકરો આર્યન કેસમાં અંદર ગયો છે એ તો તમે જાણો જે છો શાહરૂખ હાલમાં પોતાના દીકરાને આ કેસમાં નિર્દોષ સાબિત કરવા માટે ગણા પ્રયત્નો પણ કરી રહ્યા છે છતાં કોઈ પરિણામ નથી મળી રહ્યું એવામાં આર્યનને બચાવવા માટે લોકો દલીલ કરી રહ્યા છે કે આ વસ્તુને માન્યતા આપી દેવી જોઈએ ઘણાં દેશોમાં આ બધું માન્ય છે.
હાલમાં જ સ્કેમ ૧૯૯૨ ફિલ્મ બનાવનાર હંસલ મહેતાએ એક ટ્વીટ કર્યું છે જેમાં તેમને આ વાતને સમર્થન આપ્યું છે કે આ બધી વસ્તુ પરનો પ્રતિબંધ હટાવીને તેને માન્ય કરી લેવી જોઈએ હંસલ મહેતાએ ટ્વીટ કરતા લખ્યું છે આ વસ્તુની ભારતમાં માન્યતા આપવી જોઇએ ઘણાં દેશોમાં આ લેવામાં આવે છે અને વ્યક્તિ પર કોઈ કેસ નથી થતો.
પરંતુ આપણા દેશમાં અધિકારીઓ આનો ઉપયોગ લોકોને હેરાન કરવા માટે કરે છે હંસલ મહેતાએ તો ટ્વીટ પર હદ વટાવતાં એવું પણ લખ્યું છે કે જેમ ૩૭૭ કલમને રદ કરવા એક જુંબેશ ચાલી હતી એવી જ જૂંબેશ આ મામલે પણ કરવી પડશે ઉલ્લેખનીય છે કે આ પહેલા વકીલ અમિત દેસાઈએ પણ કોર્ટમાં જામીન અંગે દલીલો રજૂ કરતાં આવું જ કઈક કહ્યું હતું કે આ બધું બીજા દેશોમાં માન્ય છે તેથી જામીન અરજીને માન્ય રાખવામાં વધુ સમય ન લેવો જોઈએ બાળકોએ પોતાની સજા ભોગવી લીધી છે.
આ સમયે રાજ કુંદ્રાની યાદ આવી જાય કે જો આ બધી વસ્તુ બીજા દેશમાં માન્ય છે એટલે આપણે માન્ય કરવી જોઈએ તો આ વાત શિલ્પાના પતિ રાજ કુંદ્રાને પણ લાગુ પાડી શકાય કેમકે એમની ઉપર જે આરોપ જે વાતને લઈને ગુનો નોંધાયો છે એવી ફિલ્મો પણ અમુક બહારના દેશમાં માન્ય છે તો ત્યારે બોલીવુડના લોકો ક્યાં હતા.
ત્યારે આ મુદ્દો યાદ કેમ ન કરવામાં આવ્યો અને હાલમાં શાહરૂખ નો દીકરો જ્યારે જેલમાં છે ત્યારે લોકો ન્યાય મળે એવી આશા કે હકીકત સામે આવે તેવી ઈચ્છા કરતા આર્યનને જામીન મળી જાય ગમે તેમ તે નિદોર્ષ સાબિત થઈ જાય તેવા પ્રયત્નો કેમ કરી રહ્યા છે આ વાત માં લોકોનું શું કહેવું છે કોઈ જાણતું નથી હવે જોઈએ બીજું શું આવે છે નવું.