ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકનું નામ આજે કોઈથી અજાણ્યું નથી .તેઓ ન માત્ર પોતાની ફેશન સ્ટાઈલ પરંતુ પોતાના અવાજને કારણે પણ ખૂબ લોકપ્રિય બન્યા છે. આજે ગુજરાતનું એવું કોઈ જ ઘર નથી જ્યાં ફાલ્ગુની પાઠકનું નામ જાણીતું ન બન્યું હોય. જો કે તમે એ તો જાણતા જ હશો કે હાલમાં માત્ર નવરાત્રીના સમયે જોવા મળતા ફાલ્ગુની પાઠક એક સમયે હિન્દી ગીતો દ્વારા ખૂબ જ લોકપ્રિયત મેળવી રહ્યા હતા.
તમે એ પણ જાણતા હશો કે મુબઈમાં જન્મેલ ફાલ્ગુની પાઠકે વર્ષ ૧૯૯૮માં, યુનિવર્સલ મ્યુઝિક સાથેના તેમના પ્રથમ આલબમ ‘યાદ પિયા કી આને લગી’થી કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ મેરી ચુનર ઉડ ઉડ જાયે,યે કૈસા જાદુ કિયા, દિલ ઝૂમ ઝૂમ નાચે, મૈંને પાયલ હૈ છનકાઈ’ જેવા ગીતો દ્વારા તેઓ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા હતા.
હવે તમને પણ થતું હશે કે ફાલ્ગુની પાઠક જો આટલા લોકપ્રિય હતા તો તેમણે બોલીવૂડમાં કામ કરવાની શરૂઆત કેમ ન કરી તેમને હિન્દી ગીતોમાં અવાજ કેમ ન આપ્યો? ભલે તમે આ સવાલને ઇન્ટરનેટ પર સર્ચ ન કર્યું હોય પરંતુ જો તમે ફાલ્ગુની પાઠકને નાનપણથી જોતા હશો તો તમને પણ એકવાર આ સવાલ તો જરૂર થયો હશે.જો તમને પણ આ સવાલ થયો હોય તો આજના લેખમાં અમે તમને તમારા આ સવાલનો જવાબ આપી રહ્યા છીએ
એ તો તમે જાણો જ છો કે આજકાલના બોલીવુડ ગીતોમાં આપ શબ્દોનો પ્રયોગ કેટલો વધી ગયો છે, સાથે જ આજે બોલીવુડમાં કોઈપણ નવું ગીત રિલીઝ થઈ રહ્યું નથી. આજના બોલીવુડ ગીતોમાં લાગણીઓ ઓછી અને અપશબ્દો વધારે સાંભળવા મળી રહ્યા છે. આજ કારણ છે કે ફાલ્ગુની પાઠક હિન્દી ગીતોથી દૂર રહે છે.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન બોલીવુડ ગીતો અંગે વાત કરતા ફાલ્ગુની પાઠકે જણાવ્યું હતું કે તેઓ એ ગીતો ગાવાનું વધુ પસંદ કરે છે જે લગ્નમાં કે અન્ય કોઈ પારિવારિક પ્રસંગોમાં વગાડી શકાય, જે ગીતોમાં કોઈ અર્થ અને લાગણીનો ભાવ હોય. આજના બોલીવુડ ગીતો આ તમામ બાબતોનો અભાવ હોવાના કારણે તેમને આજ સુધી બોલીવુડ ગીત અંગેની કોઈપણ ઓફર સ્વીકારી નથી.
વાત કરીએ ફાલ્ગુની પાઠકના પારિવારિક જીવન અંગે તો તેઓ પોતાના પરિવારની સૌથી નાની દીકરી છે. જોકે તેના પરિવારને દીકરો આવવાની આશા હતી પરંતુ ફાલ્ગુની પાઠક નો જન્મ થયો હતો. જાણકારી અનુસાર આ વાતની જાણ ફાલ્ગુની પાઠક તેમણે છોકરાની જેમ રહેવાની શરૂઆત કરી હતી.