ફિલ્મોમાં તમે ઘણીવાર હિન્દુ કલાકારને મુસ્લિમનો રોલ ભજવતા કે મુસ્લિમ કલાકારને હિન્દુ વ્યક્તિનો રોલ ભજવતા જોયા જ હશે પરંતુ શું તમે જાણો છો કે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા અભિનેતા છે જેમના નામ હિન્દુ નામ જેવા છે પરંતુ હકીકતે તેઓ મુસ્લિમ ધર્મના પાલક છે. આજના આ લેખમાં અમે તમને સાઉથ ઇન્ડસ્ટ્રીના એવા જ કેટલાક કલાકારો વિશે જણાવશો જેમના નામ તો હિન્દુ નામ જેવા છે પરંતુ તેઓ અસલમાં મુસ્લિમ ધર્મના છે અને તેમ છતાં તેઓ હાલમાં ખૂબ જ નામના મેળવી રહ્યા છે.
સૌથી પહેલા વાત કરીએ આર્યા વિશે તો તેલગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી પોતાની ઓળખ ઊભી કરનાર અભિનેતા આર્યાનું અસલ નામ જમશાદ સેથિરાકથ છે. વર્ષ ૨૦૦૫માં વિષ્ણુવર્ધન કી અરિંથમ અરિયામલમ અને વર્ષ ૨૦૦૬માં પટિયાલ નામની ફિલ્મમાં નકારાત્મક ભૂમિકા ભજવી પોતાના કરિયરની શરૂઆત કરનાર આ અભિનેતા આજે સાઉથ ઇન્ડસ્ટ્રીનો એક લોકપ્રિય અભિનેતા છે.
આ બાદ વાત કરીએ મલયાલમ ફિલ્મના અભિનેતા મમુત્તી વિશે તો મલયાલમ ફિલ્મના આ સફળ અભિનેતા તેમજ પ્રોડ્યુસર એ પોતાના કરિયર દરમિયાન ૪૦૦ ફિલ્મમાં કામ કર્યું છે. જો કે આટલા દાયકાથી ફિલ્મો સાથે જોડાયેલા હોવા છતાં ઘણા ઓછા લોકો જાણે છે કે આ અભિનેતા હિન્દુ નહીં પરંતુ મુસ્લિમ છે. અભિનેતાનું અસલ નામ મુહમ્મદ કુટ્ટી પનાપરંબિલ ઈસ્માઈલ છે.
જે બાદ વાત કરીએ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શામના નામે લોકપ્રિય બનેલા અભિનેતા વિશે તો આ અભિનેતા એ મોડલ તરીકે પોતાના કરીને શરૂઆત કરી હતી જે બાદ વર્ષ ૨૦૦૧માં ૧૨ બી નામની ફિલ્મ દ્વારા પોતાના અભિનય કરીને શરૂઆત કરી હતી. હાલમાં અભિનેતા સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય તમે જોકે તેમ છતાં ઘણા ઓછા લોકો જાણે છે કે આ અભિનેતાનું અસલ નામ શામ નહીં પરંતુ શમશુદ્દીન ઈબ્રાહીમ છે અને તેઓ હિન્દુ નહિ પણ મુસ્લિમ ધર્મના છે.
અંતે વાત કરીએ એક એવા અભિનેતા વિશે જેને તમે સાઉથની ઘણી બધી ફિલ્મોમાં કોમેડિયન તરીકે અભિનય કરતા જોયા હશે. આ અભિનેતા છે અલી. વર્ષ ૨૦૧૪માં ઓકા લૈલા કોસમ નામની ફિલ્મ તેમજ બીજી અનેક ફિલ્મમાં કોમેડિયન તરીકે જોવા મળતા આ અભિનેતા દેખાવે તદ્દન હિન્દુ જેવા લાગે છે. જો કે હકીકતમાં આ અભિનેતા હિન્દુ નહીં પરંતુ મુસ્લિમ છે તેમનું નામ મોહમ્મદ અલી છે.