Cli
કોણ છે ગુજરાત માં કોમેડી કિગં તરીકે જાણીતો ગુજ્જુ લવગરુ ? ગુજરાતના મૂળ આ ગામના છે વતની...

કોણ છે ગુજરાત માં કોમેડી કિગં તરીકે જાણીતો ગુજ્જુ લવગરુ ? ગુજરાતના મૂળ આ ગામના છે વતની…

Breaking

ગુજરાતમાં ગુજ્જુ લવ ગુરુ તરીકે જાણીતા આ યુવકનું સાચું નામ ચંદન રાઠોડ છે ભારત પાકિસ્તાન ની બોર્ડર પર બનાસકાંઠાના છેવાડાનુ ગામ સુઈ ગામનો વતની ચંદન રાઠોડ આ દિવસોમાં ગુજરાતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના કોમેડી અભિનય ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે તાજેતરમાં ચંદન રાઠોડ ગુજરાતી.

ફિલ્મ સુપર સ્ટાર અભિનેતા વિક્રમ ઠાકોર સાથે આવનારી ફિલ્મ ઋતુ અધુરી વાતનો છેડો ને લઇને ખુબ ચર્ચાઓ માં છે જેમાં પહેલી વાર ચંદન રાઠોડ સિલ્વર સ્ક્રીન માં દેખાવા જઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર ટીકટોક અને ઈન્સ્ટાગ્રામ પર સ્ટાર બની હવે ચંદન રાઠોડ પ્રગતિ ના ઉંચા મુકામ પર પહોંચી રહ્યો છે એ વચ્ચે તેના નામની ખુબ ચર્ચાઓ થવા પામી છે.

તેને ગુજરાતી કોમેડી યુ ટ્યુબ ચેનલો પર અને ગુજરાતી 50 થી વધુ આલ્બમ સોગં માં પોતાના અભિનય નો જાદુ ચલાવ્યો‌ છે અભિનય ની દુનિયામા પોતાની મિમક્રી થી છવાયેલો ચંદન રાઠોડ એક સમયે ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાંથી આગળ આવ્યો છે બનાસકાંઠાના સુઈગામ માટે એક નળિયાવાળા મકાનમાં રહેતો હતો.

પરિવારની પરિસ્થિતિ ખૂબ જ ગરીબ હતી એ અકસ્માતમાં તેના માતા પિતા અને તેની બહેન ઘાયલ થતા ઘરમાં રહેલા તમામ દાગીના અને જમીન ગીરવે મૂકવી પડી હતી સમયના ઘા એવા તે વાગ્યા કે ચંદન રાઠોડ ને મજૂરી કરવા માટે મોરબી સિરામિક ઉદ્યોગ ની ફેક્ટરી માં જાઉં પડ્યું પરંતુ ચદંન રાઠોડને અભિનય પ્રત્યે ખુબ રુચી હતી.

તે પોતાના ઘેર એકલો પરત ફર્યો અને તેને ખેતરમાં મંજુરી સાથે એક નવી તરકીબ અજમાવી તેને યુ ટ્યુબ પર વિડીઓ બનાવવા ના શરુ કર્યા તેને શરુઆત માં કોમેડી વિડિયો બનાવવાના શરૂ કર્યા પરંતુ તેમાં તેને લોકપ્રિયતા ના મળતા તેને સબ્સ્ક્રાઇબ બનાવવા માટે પોતાનો એક અલગ ચાહક વર્ગ ઉભો કરવા માટે ખરાબ કન્ટેન પર વિડીઓ.

બનાવ્યા તે શારીરિક અંગ ઉપાંગ વિશેની માહીતી પર કોમેડી કરવા લાગ્યો સમય જતાં તેને સસક્રાઈબર અને ચાહક વર્ગ ઉભો કર્યા બાદ એ તમામ વિડીઓ ને ડીલેટ કરીને સારા કોમેડી વિડીઓ બનાવવાના શરુ કર્યા દર્શકોએ તેને સારા કન્ટેન માં પસંદ કરતા તેને ત્યારબાદ પોતાના ભૂતકાળ ના ખરાબ.

કન્ટેન્ટ વિડીઓ ને ત્યાગ આપી ને ટીકટોક પર પ્રસિધ્ધી મેળવી ટીકટોક બેન થતાં તેને ઈન્સ્ટાગ્રામ પર ખુબ લોક ચાહના મેળવી ત્યારબાદ ગુજરાતી કોમેડી અને મનોરંજન ક્ષેત્રે નામના મેળવી પોતાનું જીવન ખુબ ઉજ્જવળ બનાવ્યું તેની આર્થિક સ્થિતિ બદલાઈ અને તેને પોતાના માતા પિતાને ઝુપંડા માંથી.

બગંલામા લાવી દિધા તેને પોતાની વર્ષોની મહેનત થી પોતે હાસ્યાસ્પદ બની ને માતાપિતા ના સપના સાકાર કર્યા ગરીબી થી સુપરસ્ટાર બનવાના સફરને તેને સાર્થક કર્યુ આજે ચંદન રાઠોડ એશો આરામની જિંદગી વ્યતિત કરે છે તેની પાસે મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડી સાથે આલીશાન પોતાનો બંગલો પણ છે.

એક સમયનો મજુર આજે સુખમય જીવન વ્યતીત કરે છે ગુજ્જુ લવ ગુરુ નામની તેમની યુટ્યુબ ચેનલ પર આજે છ લાખથી પણ વધુ સસક્રાઈબર છે અને ઈન્સ્ટાગ્રામ પર પણ તેમના એક મીલીયન થી વધારે ફોલોવર છે ચંદન રાઠોડ આજે પોતાના દમદાર અભિનય અંદાજથી સોશિયલ પર હાઈ લાઈટ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *