બૉલીવુડ એક્ટર કંગના રાણાવત બડાકબોલા સ્વભાવના લીધે જાણીતી છે તમામ મુદ્દાઓ પર તેઓ પોતાની પ્રતિક્રિયા આપે છે તેના વચ્ચે એમણે શિવસેના પર નિશાન સાધતા એક વિડિઓ શેર કર્યો છે જણાવી દઈએ હાલમાં મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર મુશ્કેલીમાં આવી ગઈ એમણે મુખ્યમંત્રી પદ પર પરથી રાજીનામું આપી દીધું છે.
હવે આ મામલે કંગના રાણાવતે ઉદ્ધવ ઠાકરે પર વાર કર્યો છે કંગનાએ હાલમાં એક વિડિઓ શેર કરતા જણાવ્યું કે 1975 બાદથી આ સમય ભારતના લોકતંત્રનો સૌથી મહત્વપૂર્ણ સમય છે 2020માં મેં કહ્યું હતું કે લોકતંત્ર એક વિશ્વાસ છે અને સત્તાના ઘમંડમાં આવીને જેઓ આ વિશ્વાસ તોડે છે તેનું ઘમંડ તૂટવું નિશ્ચિત છે.
અને આ કોઈ વ્યક્તિનું વિશેશ નથી અને બીજી વાત હનુમાનજીને શિવનો બીજો અવતાર માનવામાં આવે છે અને જ્યારે શિવસેના હનુમાન ચાલીસા પર પ્રતિબંધ મૂકે છે ત્યારે શિવ પણ તેમને બચાવી શકતા નથી કંગનાએ આ વિડિઓ સાથે કેપશનમાં લખ્યું છેકે જયારે પાપ વધી જાય છે ત્યારે સર્વનાશ થાય છે અને તેના બાદ સૃજન થાય છે.