Cli
welcome 3 akshay kumar shooting

અક્ષય કુમારે શેર કર્યો વેલકમ 3 નો વિડિયો ! જોઈને તમારી હસી ના નીકળી જાયતો કહેજો…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ અભિનેતા અક્ષય કુમારનું નામ આજે કોઈથી અજાણ્યું નથી. બોલીવુડમાં ખેલાડી તરીકેની ઓળખ ધરાવનાર આ અભિનેતા જેટલા પોતાની ફિલ્મોના સ્ટંટ માટે ચર્ચામાં રહેતા હોય છે તેટલા જ પોતાના શિડયુલ ને કારણે પણ ચર્ચામાં રહેતા જોવા મળતા હોય છે. જો તમે અક્ષય કુમારના ચાહક હશો તો તમે જાણતા જ હશો કે બોલીવુડના એકમાત્ર એવા અભિનેતા છે જે વર્ષમાં ચાર ફિલ્મોના શૂટિંગ કરે છે. તમને થતું હશે કે હાલમાં તો વર્ષનો અંત છે વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે આ સમયમાં અમે અક્ષય કુમારની વાત શા માટે કરી રહ્યા છીએ? તો તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન જ્યારે અન્ય બોલીવુડ કલાકારો રજા માણી રહ્યા છે ત્યારે અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

હા, દોસ્તો, હાલમાં જ અક્ષય કુમાર એ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ પોતાની આવનારી ફિલ્મનું શૂટિંગ કરતા જોવા મળી રહ્યા છે.જણાવી દઇએ કે અક્ષય કુમાર ફિલ્મ વેલકમ ૩ નું શૂટિંગ કરી રહ્યા છે જેનો વીડિયો તેમને હાલમાં શેર કર્યો છે એ તો તમે જાણતા જ હશો કે અક્ષય કુમારના ચાહકો પાછલા કેટલાય સમયથી ફિલ્મ વેલકમ ૩ ના આવવાની રાહ જોઈ રહ્યા છે. પહેલા પાર્ટના રિલીઝ બાદથી જ આ ફિલ્મ ચર્ચામાં રહી છે જોકે બીજા ભાગમાં અક્ષય કુમાર ન જોવા મળતા તેમના ચાહકો નિરાશ હતા. આ જ કારણ છે કે વેલકમ ૩ માં અક્ષય કુમારને ફરી લેવામાં આવ્યા છે અને હાલમાં જ અક્ષય કુમાર એ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

શૂટિંગ શરૂ કર્યા બાદ અક્ષય કુમાર એ તેનો પહેલો વિડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અક્ષય કુમાર અને અર્સદ વારસી એક ઊંચી જગ્યા પર ઉભા છે જ્યારે લારા દત્તા તેમને ચાબુક મારી રહી છે.
આ વીડિયોને શેર કરતા અક્ષય કુમાર એ લખ્યું: શૂટિંગ શરૂ થતા જ પાગલપન અને મસ્તી શરૂ થઈ ગયા છે. પાગલપનથી ભરેલી આ રોલકોસ્ટર રાઈડ માટે તમારી શુભકામનાઓની જરૂર છે જણાવી દઈએ કે આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અર્સદ વારસી સિવાય સુનીલ શેટ્ટી, રવિના ટંડન, જોની લીવર વગેરે કલાકારો પણ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *