મિત્રો ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા લોકો પગપાળા ઘણા તીર્થ ક્ષેત્રમાં જતા જોવા મળે છે પરંતુ તાજેતરમાં એક અનોખી શ્રદ્ધા જોવા મળી છે જેમાં એક વ્યક્તિ ગળામાં પાંચ કિલો લોખંડી સાંકળ પહેરીને આશાપુરા માતાના મઢે અવળા પગે ચાલતા જોવામાં આવ્યા છે સમગ્ર ઘટનાની.
માહિતી મેળવતા જામનગર થી માતાનામઢ સુધીનું 400 km નું અંતર કાપનાર આ યુવકનું નામ દિવ્યરાજસિંહ જાડેજા છે જેઓ પોતાના જણાવ્યા મુજબ છેલ્લા 11 વર્ષથી માતાના મઢે ચાલતા જાય છે અને છેલ્લા બે વર્ષથી આવી રીતે ઉંધા પગે ચાલતા ગળામાં પાંચ કિલો સાંકળ પહેરીને.
માતાના મઢે દર્શનાર્થે જાય છે તેઓની સાથે ચાલતા લોકોના જણાવ્યા મુજબ એમને કોઈ પણ જાતની કાંઈ તકલીફ થતી નથી તેઓ પગે માલિશ પણ કરાવતા નથી અને સામાન્ય ચાલતા લોકો કરતા બમણી ઝડપે તેઓ ચાલે છે તેઓ જોગવડથી માતાના મઢ સુધી 420 કિમી જોગેશ્વર.
ગૃપ દ્વારા આ પગપાળા સંઘનું આયોજન કરે છે આ જોગેશ્વર ગૃપ વર્ષોથી ધાર્મિક આસ્થાઓ સાથે જોડાયેલુ છે પોતાના વિસ્તારમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ પણ કરે છે એવું જાણવા મળ્યું છે દિવ્યરાજસિંહ જાડેજાની ધાર્મિક આસ્થા જોઈને ઘણા બધા લોકો એમને રસ્તામાં જય માતાજીના.
નારા સાથે પોકારી રહ્યા હતા ત્યારે રસ્તા પર જાણે ધાર્મિક વાતાવરણ ઊભું થઈ ગયું હતું મિત્રો ધર્મ એટલે આસ્થા અને આસ્થા એટલે વિશ્વાસ જ્યાં વિશ્વાસ છે ત્યાં ધર્મ છે આપનૂ શું માનવું છે કોમેન્ટ મારફતે અવશ્ય જણાવજો વાચકમિત્રો પોસ્ટ ગમી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.