તમે રાજકીય નેતાઓના પ્રોગ્રામમાં તો પોલીસ બંદોબસ્ત જોયો હશે પ્રોગ્રામ સમયે વિમાનની અવરજવર પણ જોઈ હશે પણ શું ક્યારેય કોઈ ગાયક કલાકાર અને એ પણ કોઈ ગુજરાતી ગાયક કલાકારના પ્રોગ્રામમાં પોલીસ અને વિમાન જોયા છે નહિ?તો હવે જોઈ લો.
આ ગુજરાતી ગાયક છે વિજય સુવાળા.વિજય સુવાળા કે જેનું ગીત પસંદ અમારી હાલમાં ઈન્સ્ટાગ્રામ વિડિયો પર ધૂમ મચાવી રહ્યું છે તેમનો એક વીડિયો હાલમાં સામે આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે તેમની સુરક્ષા અંગે કેટલું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
હાલમાં અમદાવાદના મણિનગર થી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વિજય સુવાળા ભાજપની સભામાં ખભામાં કેસરિયો ખેસ નાખી સ્ટેજ પર ઊભા જોવા મળી રહ્યા છે.
આ પ્રોગ્રામ દરમિયાન વિજય સુવાળા ને જોવા અસંખ્ય લોકોની ભીડ ઉમટી હતી તો કેટલાક લોકો ઘરની અગાસી પરથી પ્રોગ્રામ જોઈ રહ્યા હતા.વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઘરની અગાસી પર એક વ્યક્તિ ખાખી વર્દી અને બંદૂક સાથે ઊભેલો જોવા મળી રહ્યો છે.
એટલું જ નહિ પ્રોગ્રામ ની શરૂઆત પહેલા એક વિમાન પર એ જગ્યાએ થી પસાર થયું છે.જો કે આ પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.તેમજ આ વીડિયોની હકીકત વિશે પણ પુષ્ટિ થઇ શકી નથી.
વાત કરીએ વિજય સુવાળા વિશે તો બહુ ગમો છો ટચમાં રહેજો,પસંદ અમારી,મહોબ્બત ખપે જેવા ગીતોથી યુવાનોમાં લોકપ્રિય બનેલા આ ગાયક ભાજપમાં જોડાવવાના હોવાની ખબર પણ સામે આવી હતી જે બાદ તે આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા.