બોલીવુડ અભિનેત્રીઓ માટે ટ્રોલ થવું એ કોઈ નવી વાત નથી.બોલિવુડમાં ઘણી એવી અભિનેત્રી છે જેને કોઈને કોઈ વાત પર ટ્રોલ કરવામાં આવતી હોય છે. આવી જ એક અભિનેત્રી છે આલિયા ભટ્ટ.પોતાના સામાન્ય જ્ઞાન ને કારણે હંમેશા ચર્ચામાં રહેતી આલિયા ભટ્ટ
લગ્નના ૩-૪ દિવસમાં જ પ્રેગનેન્સી જાહેર કરી ખૂબ જ ટ્રોલ થઈ હતી.જો કે હાલમાં તો આલિયા એક દીકરીની માતા બની ચૂકી છે પરંતુ માતા બન્યા બાદ કામની શરૂઆત કરતા જ આલિયા ફરી એક વાર ચર્ચામાં આવી છે.
હાલમાં જ આલિયા ભટ્ટે સોશિયલ મીડિયામાં એક શોર્ટ રિલ્સ શેર કરતા તે ફરી ચર્ચામાં આવી છે.આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આલિયા દરિયા કિનારે પાણી સાથે રમતા પોતાની આવનારી ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમકાહની ફિલ્મનું ગીત ગાઈ રહી છે.આ પહેલા આ જ ગીત સાથે તેને શિફોનની સાડીમાં વિડિયો બનાવ્યો હતો.
આ વીડિયો શેર કરતા આલિયા એ લખ્યું કે પહેલા પહાડ પર અને હવે દરિયા કિનારે અમે ગાતા જ રહીશું.જો કે આ વીડિયો શેર કર્યા બાદ કેટલાક લોકો આલિયાના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેને ટ્રોલ કરી રહ્યા છે.
આ વીડિયો જોતા જ લોકોએ કૉમેન્ટ કરવાની શરૂઆત કરી હતી.લોકોએ કહ્યું તને રીલ્સ બનાવતા નથી આવડતું, તો કોઈએ કહ્યું તને થપ્પડ મારવાનું મન થઇ રહ્યું છે.તો કોઈએ તો આલિયાને મેકઅપની દુકાન પણ કહી જણાવી દઇએ કે રોકી ઓર રાની કી પ્રેમકહાની ફિલ્મનું આ પહેલું ગીત છે જે હાલમાં જ રિલીઝ થયું છે.આ ગીતમાં શ્રેયા ઘોષાલ અને અરિજિત સિંઘે અવાજ આપ્યો છે.