અભિનેત્રી સૌંદર્યા આ નામ ભલે તમે ન સાંભળ્યું હોય પરંતુ ફિલ્મ સૂર્યવંશમની અભિનેત્રી તો તમને યાદ હશે જ.માત્ર એક હિન્દી ફિલ્મથી હિન્દી જગતમાં લોકપ્રિય બનેલા આ અભિનેત્રીની સુંદરતા કોઈને પણ ઘાયલ કરે એવી હતી.
જો કે હાલમાં આ અભિનેત્રી આપણી વચ્ચે હયાત નથી એક પ્લેન ક્રેશમાં અભિનેત્રીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આજે અભિનેત્રીના મોતને ૧૯ વર્ષ પૂરા થવા પર તેના પરિવારે ફરી એકવાર અભિનેત્રીને યાદ કરી ચાહકોની આંખો ભીંજવી દીધી છે.
હાલમાં જ સૌંદર્યાની નણંદે એક મોટો ખુલાસો કર્યો છે.જેમાં પોતાની ભાભીના મોત અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે સૌંદર્યા ભાજપ સાથે જોડાઈ હતી અને તે પોતાની પાર્ટીનો પ્રચાર કરવા જઈ રહી હતી તે સમયે તેમને પોતાની છેલ્લી ઈચ્છા જણાવી હતી.
સૌંદર્યા એ કહ્યું હતું કે તેને કોટનની સાડી પહેરી,કુમકુમ લગાવી પાર્ટીની રેલીમાં જવું છે.વાત કરીએ અભિનેત્રીના મોત અંગે તો તે જે પ્લેનમાં હતા તેમાં આગ લાગતા પ્લેનના તમામ મુસાફરો બળી ગયા હતા.જેમાં અભિનેત્રી પણ હતી. મહત્વની વાત એ છે કે આ દુર્ઘટના સમયે અભિનેત્રી પ્રેગનેન્ટ હતી.