સંસ્થા દ્વારા એક નાનકડા વિસ્તારની મુલાકાત લેવામાં આવી જ્યાના લોકોની પરિસ્થિતિ સારી ન હતી તે જગ્યાએ સંસ્થાની એક ટીમ મોકલીને લોકોની જરૂરીયાત પૂરી પાડવામાં આવી ચાલો જાણીએ કઈ રીતે તેમણે લોકોની મદદ કરી સૌ પ્રથમ સંસ્થાની ટીમ વિજયભાઈ અને સ્વપ્ના બેનના ઘરે પહોંચી ત્યાં તેઓએ તેમની સાથે વાત કરી ત્યારે તેમને પૂછવામાં આવ્યું તમે કઈ રીતે તમારું ગુજરાત ચલાવો છો ત્યારે વિજય ભાઈએ કહ્યું મારો એક પગ નથી મને બીમારી હતી કે એટલે સારવાર કરવામાં આવ્યો હતો એટલે પગ કાપવામાં આવ્યો હતો.
હું કઈ કામ કરી શકતો નથી અને મારા પત્ની ખેતીવાડી નું કામ કરે છે અને મહિનાના ત્રણ ચાર હજાર મળે છે પરંતુ તેમાં થોડીક તકલીફો આવે છે છોકરા છોકરીની ભણતર માટે આટલા પૈસા માં કંઈ થતું નથી આપણે ન ખાઇએ તો ચાલે પરંતુ તેમને તો ખવડાવવા પડે ક્યારેક તેમની તબિયત સારી ન હોય તો દવાખાનામાં પૈસા જતા રહે ક્યારેક મારા પગના દુખાવામાં પૈસા જતાં રહે છે એટલે ગુજરાન ચલાવવું થોડું મુશ્કેલ પડી રહ્યું છે.
ત્યારબાદ બીજા ઘરની મુલાકાત લીધી ત્યાં ઘરમાં પંખો લાઇટ કઈ ન હતું કોઈ વસ્તુનો સુવિધા ન હતી ત્યાં આગળ જતાં એક મહિલા થી સંપર્ક કરવામાં આવ્યો ત્યાં તેમની સ્થિતિ વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હું અહીંયા એકલી રહું છું મારા પતિના મૃત્યુ પછી મને કોઇ બોલાવતુ નથી સાસરિયા વાળા ઓ મને પૂછતા નથી જે કંઈ મળે તેમાં હું ગુજરાન ચલાવું છું તે વિસ્તારના બધા ઘરના લોકોની નોંધણી કરવામાં આવી અને તેઓ માટે રાશન વિતરણ દ્વારા રાશન કીટ ઘરે ઘરે પહોંચાડવામાં આવી જેથી તેઓને ગુજરાન ચલાવવામાં થોડીક સરળતા પડે.