સૌરાષ્ટ્રમાં થોડા વખત પહેલા વાવાઝોડું આવવાથી ઘણા લોકોના ઘરો પડી ગયા હતા અને ત્યાંના લોકોની હાલત મુશ્કેલીમાં મુકાઇ હતી તેમના પાસે ખાવા માટે ખાવાનું અને રહેવા માટે ઘર રહ્યા ન હતા ત્યારે સંસ્થા દ્વારા એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી ત્યાં જઈને તેમણે લોકોને 5,000 સુધીની મદદ કરી હતી.
જ્યારે ભાણીબેન ને પૂછવામાં આવ્યું કે તમારું ઘર કઈ જગ્યાએ છે ત્યારે તેમણે કહ્યું કે મારું ઘર બચ્યું જ નથી સંપૂર્ણ તૂટી ગયો છે કઈ ખાવા માટે નથી રહ્યું કઈ પહેરવા માટે નથી રહ્યું હું અહીં જ બેઠી છું અને મારા દીકરાઓ છે પરંતુ તેના ઘરો પણ તૂટી ગયા છે તે લોકો પાસે પણ કહી રહ્યું નથી અહીંયા સૌના ઘર તૂટી ગયા છે સૌ આવી જ રીતે રહે છે ત્યારે તેમને પાંચ હજાર આપીને તેમની મદદ કરવામાં આવી.
આગળ જતાં ટીમ એ સોનાબેન ની હાલત વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે વાવાઝોડાં દરમ્યાન હું આખી રાત મારા છોકરા સાથે કબાટમાં હતી કબાટ માથી નીકળવાનો પ્રયત્ન કરતી હતી ત્યારે મારો છોકરો ગભરાઈ ગયો હતો અને તે કહેતો હતો નહીં આપણે બહાર નઇ નીકળએ તે ખૂબ જ ડરી રહ્યો હતો એટલે અમે આખી રાત કબાટમાં રહ્યા આ પરિસ્થિતિમાં એક ડર એ પણ હતો કે કબાટ પડી ન જાય નહીં તો અમને બચાવવા માટે ત્યાં કોઈ હાજર ન હતો.
ભગવાનની કૃપાથી અમે બચી ગયા અમારા પાસે કોઈ બીજો માર્ગ ન હતો અને અમે કબાટમાં જ બેઠા રહ્યા અમારા પરિવાર વાડા ત્યાં સામે જતા રહ્યા હતા અને તેઓ સુરક્ષિત હતા અમારો ઘર સંપૂર્ણ તૂટી ગયો છે અમારા પાસે રહેવા માટે ખાવા માટે કંઈ જ બચ્યું નથી અમારા છોકરાઓને ભૂખ લાગી છે પણ મારા પાસે કઈ જ વસ્તુ નથી તેમને ખાવા આપવા માટે.
તાવડા ગામ ની પરિસ્થિતિ ખૂબ જ નાજુક બની ગઈ હતી આ વાવાઝોડા દરમિયાન, પહેલા કોરોના ના કારણે લોકોને પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની હતી અને ત્યારબાદ વાવાઝોડું આવતા લોકોની પરિસ્થિતિ ખૂબ જ મૂંઝવણમાં મૂકાઇ ગઇ હતી જેથી સંસ્થાની એક ટીમ ત્યાં મોકલવામાં આવી અને સૌને 5,000 રૂપિયાની મદદ કરવામાં આવી જેથી લોકો આ વાવાઝોડા દરમિયાન પોતાનું ગુજરાન ચલાવી શકે.