દિન પ્રતિદિન અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે એક નાની એવી ભૂલ પણ અકસ્માત સર્જી શકે છે ઘણી ઘટનાઓ માં યુવાનો પોતાની મોજ મસ્તી માં એ ભુલી જાય છે કે તેમની પાછડ પરીવારની શું હાલત થઈ શકે એવી જ એક ઘટના સામે આવી છે જેમાં ત્રણ સવારી જતા યુવાનો ને અકસ્માત નડ્યો હતો.
સમગ્ર ઘટના અનુસાર અમદાવાદ શહેરના રહેવાસી કુલદીપ વાઘેલા પોતાના પિતરાઈ ભાઈ વિશાલ જશુભાઈ ઠાકોર અને જય મહેશભાઈ ઠાકોર સાથે ઉવારસદ લીલી વાડી જોગણી માતાજીના મંદીરે એક જ બાઈક પર સવાર થઈ જ ઈ રહ્યા હતા તેઓ ચાદંખેડા થી અડાલજ ઉવારસદ વાવોલ.
હાઈવે પર થી આગળ વધતા હતા એવામાં ઉવારસદ તળાવ પાસે એક બમ્પ આવતા બાઈક ચાલક વિશાલે બાઈકનો કાબુ ગુમાવતા સામે આરસીસી ની પાળી સાથે ભટકાતા બે ભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી કેયુર આ ઘટના માં બચી ગયો હતો રાહદારીઓ એ તાત્કાલિક 108 ને ફોન કર્યો હતો જય ઠાકોર ઘટના સ્થળે જ મૃ!ત્યુ પામ્યો હતો.
જ્યારે વિશાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ બચી શક્યો નહીં આમ બે ભાઈઓ એક જ ભૂલના કારણે મો!તને ભેટ્યા હતા પરિવારમાં ખૂબ જ દુઃખનો માહોલ છવાઈ ગયો હતો એક જ પરીવારના નાની ઉંમરમાં બે દિકરાઓ છીનવાઈ જતા પથંક આખાયમા શોક ની લાગણીઓ પ્રસરી જવા પામી હતી