Cli
this dairy farm is amazing but

500 ભેંસોનું ડેરી ફાર્મ બંધ થવાના કગાર પર, માલિકની વાત સાંભળીને તમારું દિલ તૂટી જશે…

Breaking

તમે મોંઘવારી વિશે ફરિયાદ કરતા તો અનેક લોકોને જોયા હશે.દૂધની કિંમતમાં એક એક રૂપિયાનો વધારો થતા સરકાર પર બૂમો પાડતા લોકોને પણ જોયા જ હશે પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જેની વાતોથી તમારી વિચારસરણી બલાઇ જશે.

સામાન્ય રીતે આપણે લોકોને એવું કહેતા સાંભળતા હોઈએ છીએ કે પશુપાલન અને ડેરી ઉદ્યોગના ધૂમ કમાણી છે.દૂધમાં પાણી ભેળવી ને પણ ડેરી વાળાં ધૂમ કમાણી કરી લેતા હોય છે  પરંતુ હાલમાં જ મધ્યપ્રદેશ ના કટિયાઘાટમાં અખ્તર ડેરી ફાર્મ ચલાવતા માલિકે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રશ્નો તેમજ આ ક્ષેત્ર ભવિષ્યની વાત કરી છે.ડેરીના માલિકનું કહેવું છે કે તે ૧૦ વર્ષની ઉંમરથી આ વ્યવસાયમાં છે હાલમાં તેમની પાસે ૫૦૦ ભેંસ છે.જેમાં ૩૦૦ દુધાળી ભેંસ છે .અમુક બચ્ચાં છે જેમને તેઓ ખેડૂતને આપે છે.

ખેડૂત આ ભેંસોની માવજત કર્યા બાદ તેમની બ્રીડ બનાવ્યા બાદ તેમને પરત કરે છે.આ માલિકનું કહેવું છે કે સરકાર જે દૂધના ભાવ ૬૫ રૂપિયા રાખી રહી છે તેના કારણે પશુપાલકની હાલત કથળી રહી છે. જે લોન લીધી છે તે પણ ચૂકવા જેટલા પૈસા મળતા નથી કારણ કે દૂધ ની પ્રક્રિયામાં ૭૫ રૂપિયા જેટલી કિંમત લાગે છે.તેમનું કહેવું છે કે ભવિષ્યમાં આ વ્યવસાય બંધ થઈ જશે કારણ કે આમાં કોઈ નફો રહ્યો નથી આનાથી સારું તો ભણીને કોઈ સારા કામમાં લાગવાથી આગળ વધી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *