બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કોમેડી ફિલ્મો ના ઈતીહાસમા સૌથી વધારે પસંદીદા ફિલ્મ હેરાફેરી ફિર હેરાફેરી બાદ હવે હેરાફેરી 3 પણ બનવા જઈ રહી છે અને ફિલ્મનું પ્રોમો શૂટ પણ કરવામાં આવ્યું છે ઘણા સમયથી હેરાફેરી 3 ફિલ્મને લઈને ઘણી બધી એવી પણ ખબરો સામે આવી હતી કે આ ફિલ્મ ક્યારેય નહીં બની શકે.
પરંતુ તાજેતરમાં જ ફિલ્મને લઈને એક પ્રોમો શૂટ કરવામાં આવ્યું અને જે પ્રોમો સુટ દરમિયાનની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર સામે આવી હતી અને જે તસવીર આ!ગની જેમ વાયરલ થઈ જેના બાદ ફિલ્મ હેરાફેરી ના ચાહકો માં ગજબની ખુશી જોવા મળી છે
હવે ફિલ્મ હેરાફેરી નો ત્રીજો ભાગ જ્યારે બની રહ્યો છે.
ત્યારે લોકોના મનમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે આવનારી ફિલ્મની કહાની શું હશે પરંતુ આ ફિલ્મની કહાની પણ કોમેડી અને મનોરંજનથી ભરપૂર હશે જેમાં રાજુ શ્યામ અને બાબુરાવ ની ત્રિપલ જોડી ધમાલ મચાવતી જોવા મળશે ફિલ્મ ની કહાની પરથી પડદો હટી ગયો છે આજે થી થોડા દિવસો પહેલા જ ફિલ્મનું ટ્રેલર શૂટ કરવામાં આવ્યું છે.
શુટીંગ સેટ પરથી અક્ષય કુમાર પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી ની એક સાથે તસવીર પણ લીક થઈ હતી જેને જોતા ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે તાજેતરમાં આ ફિલ્મને લઈને અભિનેતા પરેશ રાવલે એક ઇન્ટરવ્યૂ આપ્યું છે મિડીયા રિપોર્ટ અનુસાર પરેશ રાવલે જણાવ્યું હતું કે આ ફિલ્મનું શૂટિંગ તેઓ ત્રણ મહિનામાં શરૂ કરી દેશે પરેશ રાવલ.
પણ ફિલ્મ હેરાફેરી 3 ને લઈને ખૂબ ઉત્સાહિત છે પરેશ રાવલે જણાવ્યું હતું કે આ ફિલ્મનું શૂટિંગ આબુધાબી દુબઈ અને લોસ એન્જલસ માં કરવામાં આવશે પરેશ રાવલે મિડીયા ઇન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું હતું કે બાબુ ભૈયા રાજુ અને શ્યામ હવે વિદેશ જઈને હેરાફેરી કરવાના છે પરેશ રાવલ ના આ ખુલાસા બાદ ચાહકોમા ઉત્સુકતા માં ખુબ વધારો થયો છે.
કારણ કે હવે હેરાફેરી ની આ ત્રીપલ જોડી વિદેશમાં જઈને તોફાન મચાવતી જોવા મળશે આ ફિલ્મ ના જાહેર થયા પહેલા એ પણ બાબતો સામે આવી હતી કે આ ફિલ્મમાં અક્ષય કુમાર જોવા નહીં મળે તેમને આ ફિલ્મ માટે ના પાડી હતી અને એવી પણ બાબતો સામે આવી હતી કે અક્ષય કુમારે ફિલ્મના મેકર પાસેથી 90 કરોડની ફીની રકમ માગી હતી.
જેના કારણે ફિલ્મોના મેકર સાથે તેમનો વિવાદ થયો હતો અને ફિલ્મ કરવાની તેમને ના પાડી દીધી હતી અને સાથે એમ પણ જણાવવામાં આવ્યું હતું કે અક્ષય કુમાર ફિલ્મ ની સ્ક્રિપ્ટ થી નારાજ છે અને તેમની જગ્યાએ કાર્તિક આર્યન ને લેવામાં આવશે પરંતુ કાર્તિક આર્યનને લઈને એવું કોઈ નિવેદન સામે નહોતું
આવ્યું કે કાર્તિક આર્યન અક્ષય કુમારને રિપ્લેસ કરી શકે છે આ જ બાબતે પરેશ રાવલ સાથે વાતચીત કરતા પરેશ રાવલે એક કન્ફર્મ કર્યું કે શરૂઆતમાં કાર્તિક આર્યન અને અક્ષય કુમાર બંને કામ કરવાના હતા પરંતુ એમને તે વાતની જાણકારી નથી કે કાર્તિક આર્યન આ ફિલ્મમાં આવશે કે નહીં હજુ સુધી ફિલ્મ મેકરે લીડ એક્ટર નો ખુલાસો કર્યો નથી.
અને એવી પણ ખબર સામે આવી રહી છે કે હજુ પણ લીડ અભિનેતાઓ ની તલાશ ચાલુ છે ફિલ્મ હેરાફેરી 3 ને ફરાહ શામજી ડીરેક્ટ કરવા જઈ રહ્યા છે ફિલ્મ નું પ્રોમો શુટ કરવામાં આવ્યું છે અને ફિલ્મ હેરાફેરી 3 નુ શુટિંગ પણ શરુ થવા જઈ રહ્યું છે જેને લઈને દર્શકોમા ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.