Cli
આ મુસ્લિમ દેશમાં છે સૌથી પ્રાચીન શિવમંદિર, મહાદેવના ચમત્કારે રણ માં પણ પાણીનાં ઉભરાય છે કુડં...

આ મુસ્લિમ દેશમાં છે સૌથી પ્રાચીન શિવમંદિર, મહાદેવના ચમત્કારે રણ માં પણ પાણીનાં ઉભરાય છે કુડં…

Breaking

સનાતન હિન્દુ સંસ્કૃતિનો વારસો વિશ્વમાં અનેક દેશોમાં જોવા મળે છે અનેક એવા દેશોમાં થી સનાતન ધર્મનો પૌરાણિક વારશો મળી આવે છે સદીઓ જુના સનાતન હિંદુ ધર્મના ઘણા મંદિરો એવા પણ છે જે પોતાનો અદભુત વાયશો અકબંધ રાખી રહ્યા છે એવું જ એક ભગવાન શિવનું પ્રાચીન મંદિર ઓમાન દેશ ના મસ્કત નામના સ્થળે આવેલું છે.

અને એ શિવ મંદિરને મોતીશ્વર મહાદેવ ના નામે ઓળખવામાં આવે છે ઓમાન દેશ અરબી દ્વીપકલ્પના પૂર્વ દક્ષિણ માં આવેલો એક મુસ્લિમ દેશ છે અને જેને ઓમાન સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે ઓમાન દેશના મસ્કત માં સિયેબ ઈન્ટરનેશનલ એરપોર્ટ થી 35 કિલોમીટર દુર સુલતાન પેલેસની નજીક મહાદેવનું ભવ્ય પ્રાચીન.

મોતીશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ઉમન દેશમાં આવેલું મોતેશ્વર મહાદેવનું મંદિર ઇતિહાસકારોના મતે ગુજરાત સાથે સબંધ ધરાવે છે અને ઈતિહાસકાર મુજબ ગુજરાત રાજ્યના કચ્છ ના ભાટિયા વેપારી સમુદાય દ્વારા મોતીસ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું હતું ભાટીયા સમુદાય વર્ષ 1507 માં ઓમાન દેશના મસ્કત માં સ્થાઈ થયો હતો.

ઇતિહાસકારો મુજબ ગુજરાતીઓ માટે ભારત બહાર નું સૌથી પહેલું નિવાસસ્થાન ઓમાન બન્યું હતું 16 મી સદીમાં ઓમાન દેશમાં ઘણા બધા મંદિરો બનાવવામાં આવ્યા હતા ઐતિહાસિક ઝાંખી મુજબ 16મી સદી થી 19 મી સદી સુધી ઓમાન દેશમાં ગુજરાતીઓ નું વર્ચસ્વ હતું ભગવાન શિવનું આ મંદિર ખૂબ જ અનોખો.

ચમત્કાર ધરાવે છે આ મંદિરમાં રામનવમી વસંત પંચમી શિવરાત્રી હનુમાન જયંતિ જેવા તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી ના રોજ અહીં ખૂબ જ ધામધૂમ જોવા મળે છે ભગવાન શિવની આરાધના પૂજા કરતા શિવભક્તો અહીં ઉમટી પડે છે આ મંદિરમાં ત્રણ દેવી દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.

જેમાં આદિ મોઢેશ્વર મહાદેવ મોટેશ્વર મહાદેવ અને હનુમાનજીની પણ પ્રતિમા બિરાજમાન છે આ મંદિરનો મહીમા અનોખો છે મસ્કત એક રણનો વિસ્તાર છે જ્યાં દૂર દૂર સુધી પાણી જોવા મળતું નથી રેતીયાળ આ વિસ્તારમાં પણ મંદિરના સાનિધ્યમાં એક કૂવો આવેલો છે જે કૂવામાં પાણી હંમેશા રહે છે અને પાણી ખૂટતું નથી.

ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 12 ફેબ્રુઆરી 2018 ના રોજ ઓમાન દેશની મુલાકાત લીધી હતી જે સમયે નરેન્દ્ર મોદી આ મંદિરના સાનિધ્યમાં પહોંચ્યા હતા અને ભગવાન શિવના તેમને દર્શન કર્યા હતા મંદિરના પૂજારીઓ ટ્રસ્ટીઓ સાથે તેમને ખૂબ લાંબો સમય સુધી વાતચીત કરી હતી.

અને અહીંયા નો ઇતિહાસ પણ સાંભળ્યો હતો ઈતીહાસકારો મુજબ 19 મી સદીમાં અહીં ગુજરાતી પરિવારો વસવાટ કરતા હતા અને અનેક પ્રકારના કામ કરતા હતા આ સમયે ગુજરાતીઓનું દબાણ હતું ત્યારે ઓમાનના સુલતાન સૈયદને પોતાની રાજધાની જઝીન બાર થી મસ્કત ખસેડવી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *