ભારતમાં હિન્દુ મુસ્લિમ ધર્મને લઈને ભલે વારંવાર વિવાદ જોવા મળતો હોય પરંતુ ફિલ્મ કે અભિનેતાના નામ પર હિન્દુ મુસ્લિમ હમેશા એક જોવા મળતા હોય છે હાલમાં આવું જ કંઈ ગદર-૨ ફિલ્મ અંગે પણ જોવા મળી રહ્યું છે.
૧૧ ઓગસ્ટે રિલીઝ થયેલી સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર-૨ હાલ સુધીમાં કરોડો રૂપિયાની કમાણી કરી ચૂકી છે.આ ફિલ્મે પહેલા દિવસે જ ૪૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
જો કે બોક્સ ઓફિસના આંકડા બાદ હવે ફિલ્મ થિયેટર બહારથી પણ દર્શકોના રિવ્યૂ સામે આવી રહ્યા છે.હાલમાં સોશિયલ મીડિયા પર ફિલ્મ થિયેટર બહાર ઊભેલા કેટલાક લોકોનો વીડિયો સામે આવ્યો છે જેમાં દર્શકો ફિલ્મ સાથે જોડાયેલી પોતાની લાગણીઓ જાહેર કરતા જોવા મળી રહ્યા છે.
ખાસ વાત તો એ છે કે આ દર્શકોમાં મુસ્લિમોની સંખ્યા વધારે છે. ફિલ્મ થિયેટર બહાર ઊભેલા મુસ્લિમ લોકોનુ કહેવું છે કે પાકિસ્તાની લોકો ભલે ફિલ્મનો વિરોધ કરી રહ્યા હોય પરંતુ તેઓ હિન્દુસ્તાનમાં રહે છે અને હિન્દુસ્તાન અને સની દેઓલના ચાહક છે.
ફિલ્મ થિયેટર ઊભેલા લોકોનું કહેવું છે કે ગદર ફિલ્મ દેશભકિત સાથે જોડાયેલી ફિલ્મ છે.આટલા વર્ષ બાદ બીજો ભાગ જોયા બાદ પણ એટલો જ જુસ્સો જાગે છે જે પહેલી ફિલ્મ જોવા સમયે હતો.કેટલાક લોકો એક જ અઠવાડિયામાં બીજી ત્રીજી વાર ફિલ્મ જોતા જોવા મળ્યા છે.
દરેક દર્શકના હોઠ પર એક જ ડાયલોગ સાંભળવા મળી રહ્યો છે હિન્દુસ્તાન જિંદાબાદ થા,હિન્દુસ્તાન જિંદાબાદ હૈ,હિન્દુસ્તાન જિંદાબાદ રહેગા.જો કે ફિલ્મ જોઈ બહાર નીકળતા કેટલાક લોકોએ ફિલ્મ બક્વાસ હોવાનું પણ કહ્યું છે.તેમનું કહેવું છે કે ફિલ્મ જબરદસ્તી બનાવવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.