તમે અલગ અલગ આકારના ટેબલ તો ઘણા જ જોયા હશે. ટેબલ પર અનેક પ્રકારની ચોરસ, ત્રિકોણ જેવી ડિઝાઈન પણ જોઈ હશે પરંતુ શું ટેબલની ડીઝાઈનમાં ક્યારેય કોઈ મહિલાનું ચિત્ર જોયું છે? હા, દોસ્તો શું તમે ક્યારેય કોઈ લાકડાના ટેબલના બરાબર વચ્ચેના ભાગમાં કોઈ મહિલાની ડિઝાઇન બનેલી જોઈ છે? તમને થશે કે ચિત્ર બનાવવું શું અઘરું છે આજકાલ તો કેટલી એવી ટાઇલ્સ પણ મળે જ છે જેમાં દેવી દેવતાઓના ચિત્રો હોય તો આમાં વળી શું નવાઈની વાત છે ? ખરું ને? જો તમે પણ આવું વિચારી રહ્યા હોય તો તમને જણાવી દઇએ કે આ ડિઝાઇન કોઈ પીંછી અને કલરથી બનાવવામાં આવેલ ચિત્ર નથી પરંતુ લાકડાને કાપી, તેને છીણી અલગ અલગ ટુકડામાં કાપી તે ટુકડાને સાથે જોડીને બનાવેલી ડિઝાઇન છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં આ ટેબલ ની બનાવટ બતાવવામાં આવી છે.આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ લાકડાને કાપી, તેના અલગ અલગ ભાગને મશીન દ્વારા આકાર આપે છે. જે બાદ એક સર્માઇકા પર આ અલગ અલગ ભાગને ગોઠવે છે. જે બાદ તેને સરખી રીતે ચોંટાડવા માટે અમુક માપ મુજબનું વેક્સ લઈ તે લાકડાના અલગ અલગ ભાગોની વચ્ચે રેડી દે છે. જે બાદ તે સર્માઇકાના વધારાના હિસ્સાને મશીન વડે નીકાળી દે છે. જે બાદ લાકડાના અલગ અલગ ભાગને મશીન વડે એક સાથે જોડી દે છે.
જે બાદ મહિલાની આકૃતિ તૈયાર થયેલી જોવા મળે છે. આકૃતિ તૈયાર થયા બાદ તેમાં લિસાપણું લાવવા ક્રીમ લગાવી મશીન દ્વારા તેને આકૃતિ પર મિક્સ કરી દે છે. જે બાદ ટેબલના વધારાના ભગો પર ટર્પેન્ટાઇન લગાવી તેમાં શાઇનિંગ લાવે છે જણાવી દઈએ કે આ વિડીયો ક્યાંનો છે તે અંગે હાલમાં કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ આ આ ટેબલની કિંમત ૨૦૦૦ડોલર લગાવવામાં આવી છે જે પરથી આ વિડિયો ફોરેનનો હોવાનું કહી શકાય છે આ વ્યક્તિની આવડત ને જોતા કહેવાનું મન થાય કે તમે જ્ઞાન અને આવડત પાછળ મહેનત કરો તો સફળતાને તમારી પાસે આવતા કોઈ રોકી નથી શકતું.