Cli
know about this patasa business

જ્યાં સુધી લોકો ભગવાન પર વિશ્વાસ રાખશે ત્યાં સુધી ચાલશે આ ધંધો ! જાણો કઈ રીતે કરી શકો તમે પણ…

Business

આજના સમયમાં ભણતરમાં ભલે વધારો થયો હોય પરંતુ રોજગારમાં ઘટાડો થઈ રહ્યો છે આજના સમયમાં ભણેલા ગણેલા યુવાનો પણ બેરોજગાર જોવા મળે છે. ઊંચી ડિગ્રી હોવા છતાં કેટલાક યુવાનોને કામ નથી મળતું. તો કેટલાક લોકોના ધંધા બીમારી કે અન્ય કારણસર છીનવાઈ જતા હોય છે. એવા સમયમાં ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું એ મૂંઝવણ દરેકના મનમાં ઊભી થતી હોય છે જો તમે પણ બેરોજગાર હોય કે પછી કોઈ બીમારીને કારણે બહાર જઇને નોકરી કરવા સક્ષમ ન હોય અને ઘરે બેસીને કમાવવાનો કોઈ ઉપાય શોધી રહ્યા હોય તો આજે અમે તમને આપીશું તમારી મૂંઝવણનો જવાબ.

આજના લેખમાં અમે તમારી માટે એક એવો ઉપાય એક એવું કામ લઈને આવ્યા છીએ જે તમે ઘરે બેઠા સરળતાથી ઓછા ખર્ચમાં કરી શકો છો. એટલું જ નહીં આ કામ એક એવું કામ છે જેને કોઈ મંદી નડતી જ નથી તો હવે વાત કરીએ આ કામ શું છે? અને કેવી રીતે કરવાનું છે તે અંગે. સૌ પ્રથમ વાત કરીએ કામ શું છે તે અંગે તો આ એક બિઝનેસ છે જે તમે ઘરે બેઠા જ કરી શકો છો. તમે મંદિરની પ્રસાદી કે લગ્ન કે નવરાત્રી ના સમયે પતાસા તો ખાધા જ હશે. આજે એ જ પતાસા બનાવવાના બિઝનેસ અંગે અમે પૂરી માહિતી લઈને આવ્યા છીએ.

આજના ટેક્નોલોજીના યુગમાં દરેક વસ્તુ બનાવવાના મશીન આવી ગયા છે એ તો આપણે જાણીએ જ છીએ. હાલમાં આ જ વાતને અનુસરતા s.p એન્જિનિયરિંગ નામની કંપનીના માલિક સમનતા સિંઘે પતાસા બનાવવાનું મશીન બહાર પડ્યું છે. ખાસ વાત એ છે કે બોઈલર, મિક્સર, ડ્રાયાર ત્રણે કામ એક સાથે કરતું આ મશીન ૨૦×૭ ની જગ્યામાં ફીટ કરી શકાય છે અને ઘરના ઈલેક્ટ્રીક કનેક્શન પર જ તેને ચલાવી શકાય છે.

વાત કરીએ પતાસા કેવી રીતે બનાવવા તે અંગે તો સૌ પ્રથમ એક કઢાઈમાં પાણી ઉકાળો, પાણી ઉકળવા લાગે એટલે તેમાં ખાંડ નાખી ચાસણી બને ત્યાં સુધી હલાવો.જે બાદ તેમાં કંપની દ્વારા આપવામાં આવેલ કેમિકલ હાઈડ્રો ઉમેરી તેને હલાવો કે પાણીમાં ઓગળી ન જાય ત્યાં સુધી તેને હલાવતા રહો. જે બાદ બે ત્રણ ચમચી સાઇટીક એસિડ નામનું કેમિકલ નાખો. તેને હલાવો. જે બાદ આ મિશ્રણને મશીનમાં નાખી મશીન ચાલુ કરો. તમે જોશો કે મશીન ચાલુ થતા જ પહેલા મિશ્રણ નું તાપમાન સેટ થશે.

જે બાદ તેના પતાસા બની મશીનના બીજા ભાગમાં પડશે અને ત્યાર પછી પતાસા સુકાઈ ને તૈયાર થઈ જશે. જેનું પેકિંગ કરી તમે બજારમાં વહેંચી શકો છો વાત કરીએ મશીનની કિંમત અંગે તો મશીન ની કિંમત ૨ લાખ ૮૦ હજાર રૂપિયા છે.તે બાદ કેમિકલ અને ખાંડની કિંમત અલગથી આપવાની હોય છે. વાત કરીએ આ બિઝનેસ માં થી થતી કમાણી અંગે તો રોજના ૮ હજાર રૂપિયાની કમાણી તમે કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *