Cli
police inspector story

ટ્યુશન વિના પોતાની મહેનતથી પોલીસની પરીક્ષા પાસ કરી વાસદાનો યુવાન બન્યો પોલીસ ઇન્સ્પેક્ટર…

Story

પેલું વાક્ય તો તમે સાંભળ્યું જ હશે જે થાય તે સારા માટે જ થાય છે. ઘણીવાર આપણે જીવનમાં આવતી નિષ્ફળતાથી કંટાળીને આગળ વધવાનું છોડી દેતા હોઈએ છીએ પરંતુ આ નિષ્ફળતાઓ જ અંતે સફળતા સુધી પહોંચાડતી હોય છે સામાન્ય રીતે આ વાતો મોટીવેશનલ સ્પીચ જેવી લાગતી હોય છે પરંતુ હાલમાં સુરતના વાસદા માથી આ જ વાતોને હકીકતમાં સાબિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાસદાના એક યુવાને કોઈપણ ટ્યુશન ક્લાસ વિના કોન્સ્ટેબલ અને પોલીસ ઇન્સ્પેકટર ની પરીક્ષા પાસ કરી છે.

આ વાત છે વાસદાના રહેવાસી કિરણ પડાવી વિશે. કિરણભાઈ એક મધ્યમવર્ગીય પરિવારમાંથી છે. તેમના પરિવારમાં માતાપિતા ઉપરાંત તેમની બહેન છે. તેમના પિતા એક ખેડૂત છે. સામાન્ય રીતે આ પરિસ્થતિ માં કોઈપણ યુવાન બે ત્રણ વાર પ્રયાસ કર્યા બાદ સરકારી નોકરી પાછળ સમય બગાડવાનું છોડી દેતો હોય છે.એમાં પણ જો એક જ પરીક્ષામાં વારંવાર અસફળતા મળે તો વિદ્યાર્થી નાસીપાસ થઈ જતો હોય છે.

કિરણભાઈ સામે પણ આ પરિસ્થિતિ આવી. તેમણે વર્ષ ૨૦૧૭ દરમિયાન ઘણીબધી પરીક્ષાઓ આપી. જેમાં સિંચાઇ વિભાગ, આરએનબી, કોન્સ્ટેબલ, વગેરે પરીક્ષા હતી. પરંતુ ક્યારેક મુખ્ય પરીક્ષા માં માર્કસ ઓછા પડતા તો ક્યારેક બોલવાની કળા ન હોવાને કારણે ઇન્ટરવ્યૂ રહી જતું પરંતુ કહે છે ને મહેનત એળે ન જાય. કિરણભાઈ ની મહેનત એળે ન ગઈ તેમને કોન્સ્ટેબલ ની નોકરી મળી ગઈ. તે ઈચ્છતા તો આ નોકરીથી ખુશ રહી શકતા હતા પરંતુ તેમને પોલીસ બનવું હતું. તેથી કોન્સ્ટેબલ બન્યા બાદ પણ તેમણે તૈયારી ચાલુ રાખી.

કોન્સ્ટેબલની ટ્રેનીંગ દરમિયાન જ તેમની પોલીસની પણ મુખ્ય પરીક્ષા આવી. બંને એકસાથે કરવું બહુ અઘરું હતું પરંતુ કિરણ ભાઈએ હિંમત ન હારી. જાન્યુઆરીમાં કોન્સ્ટેબલની ટ્રેનીંગ દરમિયાન સવારે વહેલા ઉઠી વાંચન કરવાનું ચાલુ રાખ્યું અને ૨૦ દિવસ બાદ આવેલી પોલીસની મુખ્ય પરીક્ષામાં સફળતા મેળવી જોકે પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન કિરણ ભાઈએ જણાવ્યું કે આ પરીક્ષા અને પોલીસનો ઇન્ટરવ્યૂ પાસ કરવામાં તેમને કોન્સ્ટેબલની નોકરી દરમિયાન મેળેલ અનુભવ મદદરૂપ થયો.

કારણ કે ૨૦ મહિના તેમને કોન્સ્ટેબલની નોકરી હતી.જે દરમિયાન તેમને ડર્યા વિના પોતાની વાત રજૂ કરતાં તેમજ લોકો સાથે કઈ રીતે વાત કરવી તે અંગે અનુભવ મળ્યો હતો વાત કરીએ કિરણભાઈના વાંચન અંગે તો તેમને હંમેશા સરકારી લાયબ્રેરી અથવા યુ ટ્યુબ વીડિયો પરથી જ તૈયારી કરી છે. તેમનુ કહેવુ છે કે ટ્યુશન જવું જરૂરી નથી.વાંચન માટે આજે ઘણા સ્ત્રોત છે જ. તેમનું કહેવું છે કે કરિયર માટે સામાજિક જીવનને છોડી દેવું જરૂરી નથી.

બંને વચ્ચે બેલેન્સ બનાવો, જેટલો સમય મોબાઈલ અને મિત્રોને આપો છો તેટલું જ ધ્યાન વાંચન પર પણ આપો. બંને માટે સમય નક્કી કરો. મહેનત કરશો તો આજે કે કાલે સફળતા મળશે જ ઉલ્લેખનીય છે કે કિરણભાઈએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમને આ સંબંધિત ઘણી પરીક્ષા આપી પરંતુ અંતે પોલીસને લક્ષ્ય બનાવી તે માટે તૈયારી કરતા સફળતા મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *