હાલમાં આપણે એક એવા વ્યક્તિ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિષે જાણીએ તમે પણ કહેશો કે હજુ માનવતા જીવતી જ છે. આજે આપણે રાજકોટ માં રહેતા એક વ્યક્તિ વિષે વાત કરવાના છીએ જે આવી ગરમી માં પણ લોકોને પાણી પીવડાવીને મદદ કરે છે. સેવાનું નામ જયારે પણ આવે છે ત્યારે ઘણા લોકો આગળ આવે છે.
અને તેમનાથી થાય એટલી સેવા કરીને એક બીજા લોકોની મદદ કરતા હોય છે. હાલમાં ઉનાળાની સીઝન ચાલી રહી છે અને ગરમી પણ કાળઝાળ પડી રહી છે. આવી ગરમીમાં કેટલાય લોકોને પાણી નથી મળતું એટલે ઘણા લોકો લોકોની તરસ છીપાવીને માનવતા મહેકાવતા હોય છે.
આજે એક એવા જ વ્યક્તિ વિષે જાણીએ જેઓ રાજકોટના છે અને છેલ્લ સાત વર્ષથી તરસ્યાને ઠંડુ પાણી પીવડાવીને લોકોની તરસ છીપાવી રહ્યા છે. આજે આખા ગુજરાતમાં કાળઝાળ ગરમી પડે છે આવી ગરમીમાં લોકોને વધારે પાણી પીવું પડતું હોય છે.
તો રાજકોટમાં રહેતા ૫૩ વર્ષના શૈલેષભાઈ દર ઉનાળાની સીઝનમાં લોકોને પોતાના ખર્ચે ઠંડુ પાણી પીવડાવી રહ્યા છે. તેઓ પાણી પીવડાવીને લોકોની તરસ છિપાવે છે, આમ આ ગરમીમાં રસ્તા પર જાય છે અને જે લોકોને પાણી પીવું હોય છે તો પણ પાણી પીવડાવે છે.
આજે શૈલેષભાઇએ આ સેવા ચાલુ કરી રહ્યા છે તેની પાછળ થોડા વર્ષો અગાઉ તેમને શરીરમાં પાણીની કમી થઇ હતી તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારે તેઓએ એવું નક્કી કર્યું હતું કે તેઓ બીજા કોઈને આ સમસ્યા નહિ થવા દે.
તેઓએ તેમની રિક્ષામાં પાણી પીવડાવે છે અને રિક્ષામાંથી પાણી પીને લોકો આશીર્વાદ આપે છે. આવી જ રીતે તેઓ રિક્ષામાં બેસનાર રસ્તા પર કામ અર્થે આવેલા અને બીજા ઘણા લોકોને ઠંડુ પાણી પીને તેમની તરસ છિપાવે છે. આજે તેમના બધા જ લોકો વખાણ કરી રહ્યા છે. હાલમાં આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.