Cli
know about bhim bull

૧૫૦૦ કિલોનો સાંઢ બન્યો સૌના આકર્ષણનું કેન્દ્ર, ૨૪ કરોડમાં લાગી બોલી…

Business Story

તમે ભેંસ તો અનેકવાર જોઈ શકે પરંતુ શું ક્યારેય ૧૫૦૦ કિલો વજન ધરાવતી ભેંસ જોઈ છે? તમને કહેશો કે આવું તો કઈ હોતું હશે. સાંઢનું આટલું બધુ વજન. તો આ ભેંસ ખાતી કેટલું હશે, તેને રાખવાનો ખર્ચ કેટલો થતો હશે? આવા તમામ પ્રશ્નો તમારા મનમાં પણ આવતા જ હશે. જો તમારે આ પ્રશ્નના જવાબ જાણવા છે તો આજનો આ લેખ તમારા માટે.

આજના આ લેખમાં અમે વાત કરવાના છીએ એક એવા સાંઢ વિશે જેનું નામ જ ભીમ છે. જો કે તેનામાં ભીમ જેવું કદ છે પણ હા, ભીમ જેવો ગુસ્સો જરા પણ નથી.હા દોસ્તો સામાન્ય રીતે પ્રાણીઓ ગુસ્સાવાળા હોય છે પરંતુ આ સાંઢના માલિક જવાહર ભાઈનું કહેવું છે કે ભીમ સહેજ પણ ગુસ્સાવાળો નથી. તેને અનેકવાર રેસમાં ભાગ લીધો છે અને હમેશા જીત મેળવી છે. આ સાથે જ તેને પુષ્કરના મેળામાં તેમજ અન્ય મેળામાં જઈ બેસ્ટ એનિમલ ઓફ ધ ફેરનો એવોર્ડ પણ જીત્યો છે. જવાહર ભાઈનું કહેવું છે કે તેઓ ભીમને અનેક મેળાઓમાં લઈ ગયા છે. અનેક લોકો તેની સાથે ફોટા પડાવે છે પરંતુ ભીમ ક્યારેય પણ ગુસ્સો કરતો નથી.

હવે વાત કરીએ ભીમ ક્યાંનો છે અને તેને કેવી રીતે સાચવવામાં આવે છે તે અંગે તો જવાહર ભાઈ જોધપુરના રહેવાસી છે. ભીમ જે અત્યારે ૭ વર્ષનો છે તે નાનપણથી જ તેમની પાસે છે. ભીમ પાછળ કરવામાં આવતી મહેનત અંગે વાત કરીએ તો તેના જમવા પાછળ દિવસનો ૪ થી ૫ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે એટલે કે વર્ષે અંદાજે સવા લાખ રૂપિયા જેટલો ખર્ચ. વાત કરીએ ભીમની દિનચર્યા અંગે તો સવારે ૫ વાગ્યે તેને ૫કિમી ચલાવવામાં આવે છે. ત્યાંથી આવ્યા બાદ સરસવના તેલથી તેની માલિશ કરવામાં આવે છે.

જવાહર ભાઈના જણાવ્યા અનુસાર દરેક મેળામાં લોકો ભીમને ખરીદવાં બોલી લગાવે છે. પહેલીવાર ૧૨ કરોડ આસપાસ બોલી લાગી હતી જે બાદ કિંમત વધીને ૨૧ અને અત્યારે ૨૪ કરોડ સુધી બોલી પહોંચી છે. જો કે જવાહર ભાઈ ભીમને વહેંચવા નથી ઈચ્છતા. તેઓ ઈચ્છે છે કે લોકો ભીમના સિમનથી આવી બીજી જાતિ પણ પેદા કરે. જણાવી દઇએ કે ભીમના એક સિમનની કિંમત ૫૦૦ રૂપિયા છે. ભીમ હાલમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *