Cli
ગણેશ ભાઈ ગોડંલના રજવાડી ઠાઠ સાથે લગ્ન, ગુજરાતી દિગ્ગજ કલાકારો પણ પહોંચ્યા ડાયરો જમાવવા...

ગણેશ ભાઈ ગોડંલના રજવાડી ઠાઠ સાથે લગ્ન, ગુજરાતી દિગ્ગજ કલાકારો પણ પહોંચ્યા ડાયરો જમાવવા…

Breaking

લગ્નનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દેશભરમાંથી ક્રિકેટરો બોલીવુડ કલાકારો અને અનેક સેલેબ્સ લગ્ન ના પવિત્ર બંધનોમાં બંધાઈ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી રહ્યાં છે પોતાના લગ્ન ને યાદગાર બનાવવા લોકો અવનવી રીતે લગ્ન યોજતા હોય છે ઘણા નામી સેલિબ્રિટી ના લગ્ન જાહોજલાલી થી પરીપુર્ણ હોય છે જે ચર્ચાઓ માં જોવા મળે છે.

એ વચ્ચે તાજેતરમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજા ના સુપુત્ર જ્યોતિરાદિત્ય સિંહ ઉર્ફે ગણેશભાઇ ના શાહી લગ્ન યોજવામાં આવ્યા હતા રાજ પરીવાર માં હરખના તેડા આવ્યા લગ્ન નો માહોલ 3 દિવશ સુધી રજવાડી ઠાઠ થી જોવા મળ્યો હતો જે લગ્ન માં બિઝનેસમેનો સહીત નેતાઓ નો.

જમાવડો જોવા મળ્યો હતો મોટી હસ્તીઓ આ લગ્ન માં હાજરી આપવા પહોંચી હતી આ લગ્ન 12 ફેબ્રુઆરી થી 14 ફેબ્રુઆરી સુધી યોજાયા હતા જેમાં ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ જ્યોતિરાદિત્ય સિંહ ને આર્શીવાદ આપવા માટે હેલીકોપ્ટર લઈને પહોંચ્યા હતા સમગ્ર વિસ્તારને ફૂલોથી સજાવવામાં આવ્યો હતો.

લગ્ન પ્રસંગમાં ડાયરાની મહેફિલ જામી હતી જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો કિર્તીદાન ગઢવી કિંજલ દવે રાજભા ગઢવી ડાયરાની જમાવટ કરાવા પહોંચ્યા હતા અને ડાયરામાં જ્યારે જ્યોતિરાદિત્ય સિંહ પહોંચ્યા ત્યારે ચલણી નોટો નો વરસાદ વરસાવવામાં આવ્યો હતો આ લગ્ન પ્રસંગમાં જ્યોતિરાદિત્ય સિંહ એ એક સેવાકિય કાર્ય પણ કર્યું હતું.

જેને લોકોએ ખુબ પસંદ કર્યું હતું લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી મહેમાનની આતુરતાથી રાજ પરિવાર રાહ જોઈ રહ્યો હતો આ સમયે સુરેન્દ્ર રોડ પર રહેતા એક વૃદ્ધ માંજી વજી બેન સોલંકી એક રજુઆત લઈને ધારાસભ્ય પાસે પહોંચ્યા હતા તેમને રડતા મોઢે જણાવ્યું હતું કે મારા દીકરાની ઉંમર 40 વર્ષની છે.

તેના બંને પગમાં પોલિયો છે જન્મજાત તે ચાલી શકતો નથી આ દરમિયાન તે ત્રણ પૈડા વાળી સાયકલ લઈને બજારમાં જતો હતો ત્યારે અકસ્માતમાં એક પગ ભાગી ગયો છે અને અસહ્ય દુખાવો થ ઈ રહ્યો છે અમારી પાસે કોઈ સરકારી ડોક્યુમેન્ટ નથી નથી આયુષ્યમાન કાર્ડ કે નથી અન્ય કોઈ કાડ અને પૈસા પણ નથી.

અમારી પાસે અમને મદદ કરો આ વૃદ્ધ માજીની વાત સાંભળીને વરરાજા નું હૃદય પીગળી ગયું અને તેમને પોતાનો લગ્ન દરમિયાન પણ સમય કાઢી અને ગોંડલ ના નામચીન ડોક્ટર દિપક વાડોદરીયા સાહેબ ને સમગ્ર ઘટના જણાવી અને દર્દી અરવિદં ભાઈને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવી અને ડોક્ટર દિપકભાઈ ની ટીમને મોકલી વિના રુપીયાએ ઓપરેશન તેમનું કરાવ્યું.

આ દરમિયાન લગ્ન માં વૃદ્ધ માજીએ સુખી લગ્નજીવન ના આર્શીવાદ આપ્યા આ સેવાકીય કાર્ય જોઈને લોકો પણ ખુબ ખુશ થયા હતા અને આ કાર્ય ની પ્રસંસા કરી રહ્યા હતા લગ્નની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે જયરાજસિંહ જાડેજા ના સુપુત્ર જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાના લગ્ન માં ભવ્ય શાહી ઠાઠ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *