સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ સિટાડેલ ને લઈને ખુબ ચર્ચાઓ છે આ ફિલ્મ માં બોલીવુડ ફિલ્મ અભિનેતા વરુણ ધવન.સાથે બોલીવુડ ડેબ્યુ કરી રહી છે આ દરમિયાન અભિનેત્રી સામંથાએ એવી માહીતી આપી હતી કે તે ઓટો ઇમ્યુન કંડીસન.
માયોલીસીસીસ નામની બીમારી થી પિડાઈ રહી છે અને એના કારણે આ ફિલ્મ નું શુટિંગ પણ તેને રોકાવી દિધું હતું અને છેલ્લા ઘણા સમય થી તે આરામ હેઠળ હતી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી સામંથા ઘણી બધી ફિલ્મો આપી ચુકી છે બોલીવુડ માં ડેબ્યુ સાથે જ.
એવી ખબર સામે આવતો કરોડો ચાહકો ના દિલ ટુટી ગયા હતા પરંતુ એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી સામંથા મુંબઈમા પોતાના ફિલ્મના શુટિંગ માટે પરત ફરી ચુકી છે બિમારી ને માત આપીને અભિનેત્રી સામંતા મુંબઈ પરત ફરી ચુકી છે અને વરુણ ધવન સાથે સ્પોટ થઈ હતી જેમાં અભિનેત્રી સામંતા વાઈટ ટોપ અને.
બ્લેક પેન્ટ માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેને પોતાના વાળને ખુલ્લા રાખીને ચહેરા પર ગોગલ્સ સાથે વિના મેકઅપ પણ ચાહકો ને દિવાના બનાવ્યા હતા બિમારીની તેના ચહેરા પર કોઈ અસર દેખાઈ રહી નહોતી એ એકદમ ફીટ અને તંદુરસ્ત દેખાઈ રહી હતી તેને પેપરાજી અને મિડીયા ને પોઝ આપતાં.
જણાવ્યું હતું કે હું હવે સંપુર્ણ રીતે સ્વસ્થ થઈ ચુકી છુ અને ફિલ્મ નું શુટિંગ પણ શરુ થઇ ગયું છે અભિનેત્રી સામંથા ની આ તસવીરો અને વિડીઓ સામે આવતા ચાહકો માં ખુશી જોવા મળી હતી અભિનેત્રી સામંથા ફેબ્રુઆરી માં રીલીઝ થયેલી ફિલ્મ શાકુંતલ માં પણ જોવા મળી હતી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.
તમીલ અને તેલુગુ ફિલ્મો માં રામ ચરણ નાગાર્જુન અલ્લુ અર્જુન પ્રભાસ જેવા ઘણા સુપરસ્ટાર સાથે કામ કરી ચુકેલી અભિનેત્રી સામંથા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા વરુણ ધવન સાથે સિટાડેલ ને લઈને ખુબ ચર્ચાઓ છે ચાહકો માં અભિનેત્રી સામંથાના વરુણ ધવન સાથેના ડેબ્યુ ને લઈને ખુબ ઉત્સુકતા જોવા મળી રહી છે.