જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી લોકો ભૂલી જાય છે કે આપણે કેવા પ્રકારે પબ્લિકમાં વાતો મૂકવી જોઈએ ગણા લોકો સાથે આવું થયું છે જેઓની સાથે વિડિયોમાં અને ટ્વિટમાં ગણું ખરાબ બોલાયું છે જ્યારે પણ આવું થયું છે.
ત્યારે તેની કિમત વ્યક્તિને ચૂકવવી પડે છે એટલે કે આવા ટ્વિટને ડીલેટ કરી દો અથવા તે વ્યક્તિ સમક્ષ માફી માંગો અથવા તો આવા વ્યક્તિઓ પર FIR થાય છે ત્યારે તેને પબ્લિકલી માફી માંગવાનુ કહેવામા આવે છે.
ભારતમાં આવો માહોલ વધારે છે જે લોકો ભારતના માહોલને ખરાબ બોલે છે અને અહિયાં જીવન ખૂબ જ મુશ્કેલ છે તે લોકો માટે આ સમાચાર જરૂરી છે આ મામલો સાઉદી અરબનો છે જેમાં અહિયાં રહેનારી સલમા અલ શહેબાબને હાલમાં 34 વર્ષી સજા સંભળાવી છે.
કારણકે આ સ્ત્રીએ એક નફરત ભરેલા ટ્વિટને રી ટ્વિટ કર્યું હતું આમાં સાઉદી અરબની સ્ત્રીઓની વાત હતી અને આમાં એક અપીલ કરી હતી કે જે સ્ત્રીઓને કેદ કરેલી છે તેમના હકની વાત કરવાથી તેમની ધરપકડ કરવામાં આવી.
અને આને લઈને સલમા અલ શહેબાબે લોકોના મનમાં નફરત ફેલાવી છે અને હવે આના પર મામલો આગળ વધ્યો છે હવે આના લઈને આ સ્ત્રીને 34 વર્ષની સજા સંભળાવવામાં આવી છે અને આ સજા પછી પણ આ સ્ત્રી 34 વર્ષ સુધી બહાર નથી જઈ શકતી.