દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જે બીજાને તેમના ભૂતકાળ ને આધારે આંકતા હોય છે.ભલે વ્યક્તિ ભૂતકાળમાંથી નીકળી નવી શરૂઆત કરવા ઈચ્છે પરંતુ દુનિયાના લોકો તેને ક્યારેય ભૂતકાળ ભૂલવા નથી દેતા.
તેમાં પણ ખાસ કરીને બોલિવુડમાં તો હમેશા તમને તમારા ભૂતકાળને આધારે કામ મળતુ હોય છે જો એકવાર તમારા કરિયર પર કોઈ દાગ લાગે તો તેમનું કરિયર પૂરું થઈ જતું હોય છે આવુ જ કંઈ થયું છે બોલીવુડ અભિનેત્રી સની લિયોન સાથે.
એ તો તમે જાણતા જ હશો કે સની લિયોન પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકી છે. હાલમાં જ સની એ પોતાના કરિયર અંગે વાત કરી હતી તેને કહ્યું કે બોલિવુડમાં લાંબા સમયથી કામ કરવા છતાં પોર્ન ઇન્ડસ્ટ્રીમાંથી આવવાના કારણે જોઈએ તેવું કામ નથી મળતું.
તેનું કહેવું છે કે આજે પણ પ્રોડક્શન હાઉસ તેની સાથે કામ કરતા ડરે છે જો કે હાલમાં સની ને અનુરાગ કશ્યપ સાથે કામ કરવાની તક મળી છે જેને કારણે તે ખૂબ જ ખુશ છે જણાવી દઇએ કે ભારતમાં કે બોલિવુડમાં સનીને.
ભલે ઈજ્જત ન મળતી હોય પરંતુ સાઉથના ઘણા રાજ્યોમાં તેને સુપર સ્ટાર જેવી ઈજ્જત આપવામાં આવે છે.
સની સાઉથમાં આવેલ એક ગામનો બધો જ ખર્ચ ઉપાડે છે.