Cli
know about this charkol business

જૂના લાકડા ખાલી નાળિયેર નાખી કમાણી કરી આપતું મશીન, ઘરબેઠા કરી શકો છો બિઝનેસ…

Business

આજકાલ યુવાનોમાં નારિયે પાણી પીવાનું પ્રેસ કેટલો વધી ગયો છે એ તો તમે જાણતા જ હશો પરંતુ આ નારિયેળ પાણી પીને લોકો ઠેર ઠેર નાળિયેર ફેંકી દેતા હોય છે ત્યારે રસ્તામાં પડેલા આવા નાળિયેર અને બીજી અન્ય વસ્તુઓ કે લાકડા જોઈને આપણે એમ થાય કે આ બધા કચરાનો કોઈ નિકાલ કરે તો સારું. સરકારે આ બધા કચરામાંથી કઈ સારી વસ્તુ બનાવવાનો ઉપાય શોધવો જોઈએ. જેથી પ્રદૂષણમાં ઘટાડો પણ થાય અને લોકોને રોજગાર પણ મળી રહે જો તમે પણ આવું બધું વિચારી રહ્યા હોય તો તમારો આ વિચાર હવે હકીકતમાં બદલાઈ શકે છે. ના ના, તમારા વિચારને સરકારે હકીકતમાં નથી બદલ્યો. તમારા વિચારને હકીકતમાં બદલનાર વ્યક્તિ છે ભારતના નાગપુર શહેરમાં રહેતા સંજયભાઈ.

નાગપુર શહેરમાં રહેતા સંજયભાઈ એ હાલમાં જ સંજીવની એગ્રો નામની એક કંપનીની સ્થાપના કરી છે તેમની આ કંપનીએ હાલમાં એક મશીન બહાર પાડ્યું છે જે કચરામાંથી બ્લેક ગોલ્ડ ઉત્પન્ન કરે છે. તમને થતું હશે કે આવું કેવુ મશીન અને કઈ રીતે કામ કરે છે? તો જણાવી દઈએ કે, લાકડાના કારખાનામાં બચતો કચરો, લીલું નાળિયેર, કોપરાની છાલ, આગ માટે વપરાતા લાકડા આ આ તમામ વસ્તુઓ જે તમે રોજબરોજ રસ્તા પર વચ્ચે પડેલી જોતા હોવ છો તે તમામનો ઉપયોગ કરી આ મશીન બ્લેક કોલ્ડ એટલે કે કોલસાનું ઉત્પાદન કરે છે.

વાત કરીએ આ મશીન કેવી રીતે કામ કરે છે તે અંગે તો આ મશીન તમને ૧ ટન તેમજ 500 kg એમ બંને સાઈઝમાં મળી રહે છે. મશીનનો દરવાજો ખોલી તેમાં આ બધો જ કચરો મૂકી દેવાનો હોય છે. જે બાદ મશીનનો દરવાજો બંધ કરી દેવો. મશીન ની બહાર આપેલી નાકડી બારી જેવી જગ્યાને ખોલી કચરામાં આગ લગાવી. આગ લગાવે બાદ મશીનની ઉપર લગાવેલ ટેમ્પરેચર માપવાના મશીનમાં તેનું ટેમ્પરેચર જુઓ તમે જોઈ શકશો કે તેનું તાપમાન 300 થી 400 સુધી પહોંચી જશે. જે જે બાદ ધીમે ધીમે મશીનમાં ગેસ બનવાની શરૂઆત થશે આ ગેસ મશીન ની બાજુમાં આવેલ રોકેટ પ્રકારના વોટર પ્યુરી ફાયર માં જઈ ,સાફ થઈ ફરી અંદરની તરફ આવશે. ગેસ અંદર આવતા જ મશીન નું તાપમાન 40 50 પર આવી જશે.

મશીનનું તાપમાન 50 નીચે આવી ગયા બાદ તમે મશીનને ખોલી શકો છો. તમે મશીનને ખોલીને જોશો તો તમને જોવા મળશે કે, અંદર નાખેલો કચરો કોલસામાં રૂપાંતરિત થઈ ગયો છે. વાત કરીએ આ બિઝનેસમાં થતી આવક વિશે તો આ બિઝનેસથી તમે રોજના ૧૩ હજાર રૂપિયાની કમાણી કરી શકો છો. વાત કરીએ આ કોલસાનું વેચાણ ક્યાં કરી શકાય છે તે વિશે તો માલ તમે કોસ્મેટીક માર્કેટમાં ,બારબિક્યું માટે , હોટેલમાં તમામ જગ્યાએ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *