Cli
this gadar actor not live today

ગદર ફિલ્મના આ અભિનેતા આ વખતે ફિલ્મમાં જોવા નહિ મળે.

Breaking

બોલીવુડ ફિલ્મ ગદર એક પ્રેમકથા તો તમે જોઈ જ હશે.સાથે જ અમીષા પટેલ અને સની દેઓલ ની આ જોડી ફરી એકવાર પડદા પર જોવા મળવાના છે એ પણ તમે જાણતા જ હશો.

પરંતુ શું તમે એ જાણો છો કે ગદર એક પ્રેમકથા ફિલ્મના કેટલાક કલાકાર આજે આ દુનિયામાં જ નથી.ગદર ફિલ્મના પહેલા ભાગમાં ઘણા એવા કલાકાર હતા જેને પોતાના અભિનયની એક અમીટ છાપ છોડી હતી.

જો કે આ કલાકારો હાલમાં દુનિયામાંથી વિદાય લઈ ચૂક્યા હોવાથી ગદર પાર્ટ-૨માં જોવા મળવાના નથી સૌથી પહેલા વાત કરીએ અભિનેતા અમરીશ પૂરી વિશે તો ગદર ફિલ્મના પાર્ટ ૧ માં અમીષા પટેલના પિતાના રોલમાં જોવા મળેલા અભિનેતાએ ફિલ્મમાં પોતાના કડક સ્વભાવને કારણે લોકોના દિલ જીતી લીધા હતા જો કે વર્ષ ૨૦૦૫માં બ્રેઈન હેમરેજને કારણે આ અભિનેતાનું મૃત્યુ નિપજ્યું હતું.

જે બાદ વાત કરીએ બીજા અભિનેતા વિશે તો અભિનેતા મિથિલેશ ચતુર્વેદી જેમને ગદર એક પ્રેમકથા ફિલ્મના પાર્ટ૧માં પાકિસ્તાની ન્યુઝ એડિટરની ભૂમિકા ભજવી હતી.ગત વર્ષે જ આ અભિનેતાનુ કાર્ડિયાક અરેસ્ટને મોત નિપજ્યું હતું.

અંતમાં વાત કરીએ ફિલ્મમાં સની દેઓલની ઢાલ બનીને ઊભા રહેતા મિત્ર દરમિયાન સિંઘ વિશે તો સની દેઓલના મિત્રની ભૂમિકા વિવેક શ્રોફ નામના અભિનેતાએ નિભાવી હતી.જો કે આ અભિનેતા પણ આ દુનિયામાંથી વિદાય લઈ ચૂક્યા હોવાને કારણે ફિલ્મના બીજા ભાગમાં જોવા મળી શકશે નહિ વાત કરીએ ગદર પાર્ટ – ૨ વિશે તો આ ફિલ્મ આ મહિને ૧૧ તારીખે રિલીઝ થવા જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *