બોલિવુડમાં કલાકારો વચ્ચે થતા ઝઘડા વિશે તો તમે અનેક વાર સાંભળ્યું હશે,એક સાથે ફિલ્મ કરતા બે કો એક્ટર વચ્ચેના અણબનાવ વિશે પણ તમે સાંભળ્યું જ હશે પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ અભિનેતાએ પોતાના કો એક્ટરનો જન્મદિવસ પોતાના ઘરમાં ઉજવ્યો હોય?
પહેલા ક્યારેય ન બનેલો પ્રસંગ હાલમાં જ બોલીવુડના એક જાણીતા અભિનેતાના ઘરે જોવા મળ્યો હતો આ અભિનેતા બીજું કોઈ નહિ પરંતુ અજય દેવગણ છે.હાલમાં જ અજય દેવગણ એ પત્ની કાજોલના જન્મદિવસની ઉજવણી કરી હતી.
આ પાર્ટીમાં માત્ર કાજોલ અને અજયના પરિવારના સભ્ય જ નહિ પરંતુ અજયની ફિલ્મ દ્શ્યમની કો એક્ટર ઈશિતા શેઠ પણ પતિ વત્સલ શેઠ સાથે જોવા મળી હતી.ખાસ વાત એ છે કે અજયે ન માત્ર ઈશિતા અને વત્સલને આમંત્રણ આપ્યું પરંતુ કાજોલના જન્મદિવસ સાથે વત્સલ શેઠનો જન્મદિવસ પણ ઉજવ્યો.
જણાવી દઈએ કે વત્સલ અને કાજોલનો જન્મદિવસ એક જ દિવસે એટલે કે ૫ ઓગસ્ટે હોવાથી બંનેએ એક સાથે બેસી અલગ અલગ કેક કાપી હતી.હાલમાં આ પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વીડિયોમાં કાજોલ વત્સલ માટે હેપી બર્થડે ગીત ગાતી પણ જોવા મળી રહી છે.જણાવી દઈએ કે અજયે દ્શ્યમ ફિલ્મમાં ઈશિતાના પિતાની ભૂમિકા ભજવી હતી.તેમજ ટારઝન ફિલ્મમાં તેમણે વત્સલના પિતાની ભૂમિકા ભજવી હતી વાત કરીએ ઈશિતા અને વત્સલ વિશે તો હાલમાં જ આ જોડીને ઘરે પારણું બંધાયું છે.