Cli
kapil sharma actor breaking news

કપિલ શર્મા શોના આ પ્રખ્યાત કોમેડિયન પીડિત છે કેન્સરથી જાણો કોણ છે તે…

Bollywood/Entertainment Breaking

કહેવાય છે ને જીવનનો કોઈ ભરોસો નથી.ઘણીવાર વ્યક્તિના જીવનમાં અચાનક જ એવી બીમારી કે તકલીફ આવી જતી હોય છે જેની એણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય અને આ બીમારીને કારણે તેનું સમગ્ર જીવન બદલાઈ જતું હોય છે.

હાલમાં આવું જ કઈ થયું છે કોમેડી નાઇટ્સ વિથ કપિલમાં પોતાની કોમેડીથી લોકોને હસાવનારા કલાકાર અતુલ પરચૂરે સાથે.હાલમાં સામે આવેલી ખબર અનુસાર અતુલ કેન્સરની બીમારીથી પીડાય રહ્યા છે.

જાણકારી અનુસાર ૫૬ વર્ષીય અતુલની તબિયત અચાનક ખરાબ થતા તેમને અલગ અલગ દવા લીધી હતી જેથી તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ.હાલમાં તેઓ કેન્સરની બીમારીથી પીડાય રહ્યા છે.

એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન અતુલે બીમારી અંગે વાત કરતા જણાવ્યું કે લગ્નના ૨૫ વર્ષ પૂરા થવા પર તે ન્યુઝીલેન્ડમાં ગયા હતા.જ્યા તેમને અચાનક જ જમવામાં તકલીફ પડવા લાગી હતી. જે બાદ તેમના ભાઈએ તેમને દવા આપી. પરંતુ દવાથી ફાયદો ન થવાને કારણે તેમને હોસ્પિટલ જવું પડ્યું હતું.

અતુલે જણાવ્યું કે હોસ્પિટલ જતા જ ડોકટરે તેમને અલ્ટ્રા સોનોગ્રાફી કરાવવા કહ્યું હતું જે બાદ તેમના લીવરમાં ૫ સેમી લાંબી ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું આ ગાંઠ કેન્સરગ્રસ્ત હતી કલાકારે કહ્યું કે ડોકટરે સારવાર શરુ કરી પરંતુ તેની મારા શરીર પર ખરાબ અસર થઈ.મારી હાલત વધુ બગડી,હું બોલી કે ચાલી પણ નહોતો શકતો.

જો કે હાલમાં કલાકારે ડોકટર બદલી ફરી સારવાર શરૂ કરી છે સાથે જ કપિલ શર્મા વિશે વાત કરતાં કલાકારે જણાવ્યું કે તેમને શુમોનાના પિતાના રોલ માટે ઓફર મળી હતી.જો તે બીમાર ન હોત તો આજે કપિલ સાથે ફરી રહ્યા હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *