Cli
તારક મહેતા શોમા આ છોકરો બનશે નવો ટપ્પુ, જુઓ જેઠાલાલે આ મામલે શું જણાવ્યું...

તારક મહેતા શોમા આ છોકરો બનશે નવો ટપ્પુ, જુઓ જેઠાલાલે આ મામલે શું જણાવ્યું…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષોથી દર્શકોને મનોરંજન કરાવતો આવે છે તારક મહેતા શોમાં ઘણા બધા કલાકારો ને શો મેકર આસીત મોદી રીપ્લેસ કરી ચુક્યા છે એ વચ્ચે તારક મહેતા શો માં ટપ્પુ નું પાત્ર ભજવતા રાજ અનદકટ જેઓ આ પહેલા ભવ્ય ગાંધી ને રીપ્લેસ કરી આવ્યા હતા તેમને પણ આ પાત્રને.

છોડી દેતા શો મેકર આસીત મોદી નવા ટપ્પુ તરીકે એક્ટર નિતેશ ભાલુની ને લઇ ને આવ્યા છે જે વિશે પોતાના દર્શકોને જાણ કરવા તારક મહેતા શો ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી આ વિશે વાત કરતા જેઠાલાલ નુ પાત્ર ભજવતા દિલીપ જોશી એ જણાવ્યું હતું કે અમારા માટે કોઈપણ એક્ટર આવે પરંતુ ટપ્પુના પાત્રમાં આવે એટલે તે ટપ્પુ જ છે.

અમે તેને એટલો જ પ્રેમ આપીશું હું તેના માટે નિતેશજી ને શુભેચ્છાઓ પાઠવું છું અમે બધા સાથે મળીને એવા સીન કરીશું જેનાથી લોકોનું મનોરંજન થાય આટલા વર્ષોથી અમે અભિનય કરતા આવ્યા છીએ આશા રાખીશું કે આગળ પણ લોકોને મજા આવે દિલીપ જોશી એ આગળ જણાવ્યું કે આસીત ભાઈ રાઈટર સાથે મળીને સીન આપશે.

અને અમે એક્ટર તરીકે પુરી નિષ્ઠાથી નિભાવી ને દર્શકોનું મનોરંજન કરીશું આ મામલે નવા ટપ્પુ નિતેશ ભાલુની એ જણાવ્યું કે દિલીપ જોશી સરને જ્યારે હું ટીવી સ્ક્રીન પર જોઉં છું ત્યારે તેમનામાંથી ઘણી બધી પ્રેરણા લઉં છું અને તેમની સાથે કામ કરવું તે મારા માટે અહોભાગ્ય છે આજે તેઓ મને ઘણું બધું શીખવી રહ્યા છે હું આ પાત્રમાં નવો છું.

પરંતુ હું શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છું દિલીપ જોશી સરે મને શિખવાડ્યું છે કે જ્યારે સામેના એક્ટર ની શુ પ્રતિક્રિયા આવે છે કે તે શું બોલે છે તે શાંતિથી આ આપડે સાંભળીશું ત્યારબાદ પ્રાકૃતિક રીતે તેનો પ્રત્યુતર આપણે આપી શકીશું અને તે એકદમ બનાવટી નહીં પરંતુ પ્રાકૃતિક અભિનય હશે અને તે જ હું કરવા માગું છું.

આ દિલીપ જોશી સરની પહેલી સીટ હતી અને ત્યારબાદ હું ઘણું બધું તેમની પાસેથી શીખવા માગું છું હું શીખવા માટે મહેનત કરવા માટે તૈયાર છું આ વચ્ચે જ વાત કાપતા દિલીપ જોશી એ જણાવ્યું હતું કે આપણે બધા નવા ટપુ માટે ભેગા થયા છીએ મારા વખાણ ના કરો અને હું ખાસ કરીને દર્શકો ના વખાણ કરવા માગું છું કે તેમને 15 વર્ષ સુધી.

અમારા અભિનયને પ્રેમ આપ્યો છે લોકો એમને ખૂબ પ્રેમ આપ્યો છે આજે પણ તેઓ અમને ખૂબ પ્રેમ આપે છે જ્યારે પણ અમે શૂટિંગ સેટ થી બહાર જઈએ છીએ ત્યારે લોકો અમારી સાથે સેલ્ફી લેવા માટે ધસી આવે છે અને અમારા માટે જે લોકોની આદર ભાવના છે તે અકલ્પનીય છે.

બાળકો હોય વડીલો હોય ન ખૂબ પસંદ કરે છે તે અમારા માટે એક ગૌરવની બાબત છે તે એક ડીવાઈસ તરીકે કુદરત ની કામગીરી છે કે પંદર વર્ષ સુધી સીરીયલ નું ચાલવું અને લોકોનો પ્રેમ એવી જ રીતે અકબંધ રહેવો કે ખરેખર ઈશ્વરનો આશીર્વાદ છે તેમાં બધા જ લોકોની ખૂબ મહેનત છે.

શો મેકર આસીત મોદી એ આ વિશે વાત કરતા જણાવ્યું કે જ્યારે નિતેશને અમે ટપુના રોલ માટે ઓફર કરી ત્યારે તેને નર્વસ થઈને હા પાડી દીધી અને તેને ખૂબ જ સારા ડાયલોગ સાથે ટપ્પુ ના રોલમાં આવવા માટે ની તૈયારી દર્શાવી અને તે મારો એક્ટર છે દર્શકોને પસંદ આવશે એવી અમે આશા રાખીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *