લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સોને લઈને ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કોમેડિયન અભિનેતા સુનિલ હોલકર નું અચાનક નિધન થયું છે તેઓ માત્ર 40 વર્ષ ના હતા તેઓ પોતાની પાછડ માતા પિતા પત્ની અને બે બાળકોને છોડીને આ દુનિયામાં થી ચાલ્યા ગયા છે.
સુનીલ હોલકર તારક મહેતા શો શિવાય ઘણા હિન્દી અને મરાઠી ટીવી શો માં અભિનય કરી ચુક્યા હતા સુનિલના અ સમાચાર આવતા ઇન્ડસ્ટ્રીમાં શોક ની લહેર પ્રસરી જવા પામી છે મિડીયા રિપોર્ટ અનુસાર સુનીલ હોલકર ગંભીર બીમારી વચ્ચે ઝઝુમી રહ્યા હતા તેમને લીવર સંબંધીત બીમારી હતી તેમની.
ખૂબ લાંબો સમયથી સારવાર ચાલી રહી હતી આ વચ્ચે તેમની તબિયત લથડતા તેઓએ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો ખૂબ જ હેરાનની વાત એ હતી કે સુનિલ હોલકરને પહેલાથી જ ખબર પડી ગઈ હતી કે તેઓ આ દુનિયાથી ચાલ્યા જવાના છે એટલા માટે તેમને પોતાના મિત્રોને એક મેસેજ પણ કરી દીધો હતો.
જે મેસેજમાં લખ્યું હતું કે તેઓ બધાને સારી રીતે અલવિદા કહેવા માગે છે સાથે એમને આજ સુધી જે લોકોએ મને પ્રેમ આપ્યો એ બદલ હું આભાર માનું છું એમ પણ લખ્યું હતું સાથે એ મેસેજમાં એમ નથી થયેલી ભૂલો બદલ લોકોની માફી પણ માગી હતી પરંતુ એ સમય લોકોને એ ખબર નહોતી કે તેઓ દુનિયા છોડીને ચાલ્યા જવાના છે.
સુનિલ હોલ કર દરેક પ્રકારના પાત્રોમાં જોવા મળતા હતા તેમને બોલીવુડ ફિલ્મ અભિનેતા જોની લીવર સાથે પણ કામ કરેલું છે સુનિલ વોલકર તારક મહેતા શો માં ઘણા પાત્રો માં જોવા મળતા હતા તેઓ હંમેશા મહત્વ પુર્ણ પાત્રોમાં જોવા મળતા હતા તેમના જવા પર ખુબ જ દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.