હાલના યુગમાં આત્મહત્યા કે હત્યા એ કોઈ મોટો શબ્દ નથી આજના મોડર્ન ગણાતા લોકો નાની નાની વાતે ગુસ્સે થઈને કા તો આત્મહત્યા કરી લેતા હોય છે , નહિ તો કોઈને ખુલ્લેઆમ હ!ત્યાં કરી લેતા હોય છે. આજકાલ મારામારીના કિસ્સા એ તો જાણે રોજબરોજની તાજી ખબર બની ગયા છે.હાલમાં પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જોકે આ વખતે કોઈ સામાન્ય ગુંડાએ નહિ પરંતુ ટીવીના એક જાણીતા અભિનેતાએ કોઈની હ!ત્યાં કરી હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી અનુસાર કાલા ટીકા, મધુબાલા, જેવી સિરિયલ થી ટીવીની દુનિયામાં નામના મેળવનાર અભિનેતા ભૂપેન્દ્ર સિહે હાલમાં એક વ્યક્તિની ખુલ્લેઆમ હ!ત્યાં કરી હોવાનું સામે આવ્યું છે.
ઘટના વિગતવાર જોઈએ તો અભિનેતા ભૂપેન્દ્ર સિંહ ગત ૧૯ નવેમ્બરના રોજ મુંબઈથી બિજનૌરમાં આવેલ પોતાના ગામ ખેડામાં આવ્યા હતા.અહી આવ્યા બાદ અચાનક જ ઝાડ કાપવા અંગે કોઈ સાથે મગજમારી થઈ હતી. મળતી માહિતી મુજબ આ મગજમારી બાદ અભિનેતાએ તરત પોતાની લાયસન્સ વાળી બંદૂક બહાર નીકળી ચાર લોકો પર ગોળી ચલાવી હતી. મહત્વનું છે કે આ ચાર લોકો એક જ પરિવારના હતા.
ઘટના બાદ સામે આવેલ ખબર અનુસાર આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય પરિવારજન ઘાયલ થયા હતા. મૃતકના પરિવારજનોના જણાવ્યા અનુસાર અભિનેતા ભુપેન્દ્રસિંહ નું ગામમાં 100 એકર જમીનમાં ખેતર છે અને તેને અડીને જ તેમનુ ખેતર પણ છે.મૃતકના પિતાના જણાવ્યા મુજબ ભુપેન્દ્રસિંહ અને તેમની વચ્ચે ખેતરની કિનારી પર લાગેલા ઝાડને લઈને વિવાદ થયો હતો. જે બાદ અભિનેતાએ ફાયરિંગ શરૂ કર્યું હતું.
જો કે હાલમાં આ મામલે પોલીસ દ્વારા અભિનેતાની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વાત કરીએ અભિનેતા ભુપેન્દ્રસિંહ ના પરિવાર વિશે તો તેમના બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે અને તેમની પત્ની જયપુરમાં રહે છે. જ્યારે તેઓ પોતે કામ માટે મુબઈમાં રહે છે.