ગુજરાતમાં હોટેલ તો તમે ઘણી જોઈ હશે પરંતુ ફરતી હોટેલ તમે ભાગ્યે જ જોઈ હશે. તમારામાંથી જેને પણ આ હોટેલ જોઈ હશે તેને સમજાઈ જ ગયું હશે કે આજના લેખમાં શેની વાત થવાની છે. પરંતુ જો કોઈ એવું છે જેને ફરતી હોટેલ વિશે સાંભળ્યું નથી તો જણાવી દઉં કે ફરતી હોટેલ એટલે જે ગોળ ગોળ ફરતી હોય તેવી હોટેલ. હવે તમને થશે કે આવી હોટેલ પણ હોય? તો જણાવી દઉં કે હા, આવી હોટેલ પણ હોય અને એ પણ ગુજરાતના અમદાવાદમાં. અમદાવાદી કે જેમને પહેલાથી જ ખાવાનો ખૂબ શોખ છે તેમના શહેરમાં આ હોટેલ છે જેનું નામ છે પતંગ હોટેલ.
ઘણા વર્ષથી આ હોટેલ અમદાવાદમાં છે અને કોરોના પછી રીનોવેટ પણ કરવામાં આવી છે. આ હોટેલની ખાસિયત એ છે કે તે ૩૬૦ ડિગ્રી ગોળગોળ ફર્યા કરે છે એટલે કે તમે હોટેલની અંદર બેઠા બેઠા જ બારી બહારથી આખું અમદાવાદ જોઈ શકો છો.વાત કરીએ અહીંના ખર્ચ વિશે તો લગભગ ૧૪૦૦૦ જેટલો ખર્ચ છે જો કે હોટેલમાં જવા માટે પહેલા જ બુકિંગ કરાવવું પડે છે જે માટે તમને નંબર આપવામાં આવે છે. બુકિંગ કરેલા સમયે હોટેલમાં પહોંચ્યા બાદ તમારો સમય થાય ત્યારે તમને ટેબલ આપવામાં આવે છે. જોકે મોટાભાગે બારી તરફ જ ટેબલ રાખવામાં આવ્યા હોવાથી તમે સરળતાથી બહારનો નજારો જોઈ શકો છો.
વાત કરીએ અહીંના મેનુ વિશે તો અહી સ્ટાર્ટર માં સુસી, સૂપ અને સલાડ તેમજ એક અલગ પ્રકારની પાઇપ શેપની દાબેલી અને બીજી ઘણી વસ્તુઓ આપવામાં આવે છે મેન કોર્સમાં તડકા દાળ, ભાત, શાદી પુલાવ, પનીરની વાનગીઓ એમ અલગ અલગ પ્રકારની વાનગીઓ છે. મોટાભાગે ઇન્ટરનેશનલ ડીશનો પણ મેન્યુમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અહીંની એક ખરાબ વાત એ છે કે ટેબલ ખબ જ નાની સાઈઝના છે.પરંતુ જો તમે ખાવાના શોખીન હોય તો એકવાર આ હોટેલની મુલાકાત જરૂર લેવી જોઈએ. સાથે જ ફોટા પાડવાના પણ જો તમે શોખીન હોય તો તો આ જગ્યા તમારા ફોટાને ચાર ચાંદ લગાવી દેશે.