હાલમાં સોસીયલ મીડિયામાં એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે પહેલા તમને જણાવી દઈએ આ ચોંકાવનારો કિસ્સો મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના એક મંદિરનો છે અહીંના મંદિરમાં યુવકે કરેલું કૃત્ય ખૂબ જ શરમજનક હતું અને તે મંદિરમાં લાગેલા CCTVમાં રેકોર્ડ થયું હતું તેનો સીસીટીવી ફૂટેજ અત્યારે ઇન્ટરનેટમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મિત્રો પૈસા અને ભૂખ જાણે શું નથી કરાવતી તેને ઘણા લોકો મહેનત કરીને પૈસા કમાઈને ભૂખ મટાડે છે જ્યારે કેટલાક કમજોર અને શર્મ વગરના ચોરી કરીને અહીં આવા જ એક ચોરનો વીડિયો વાઈરલ થઈ રહ્યોછે જે યુવકે હદ પાર કરતા મંદિરની દાનપેટી પણ નથી છોડી તેણે મંદિરમાં ચોરી કરતા પહેલા દેવતાની પૂજા કરી છે.
મંદિરમાં લાગેલા સીસીટીવીમાં તેની આ ક્રિયા રેકોર્ડ થઈ ગઈ હતી વિડીઓમાં જોઈ શકાય છેકે ચોર મંદરીમાં પ્રવેશ કરે ત્યારે દેવતાની પહેલા પૂજા કરે છે અને પછી ચોરીની ઘટનાને અંજામ આપે છે ચોરીની આ ક્લિપ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે વીડિયો જોયા બાદ લોકો ચોરના આ કૃત્યની ખૂબ ટીકા કરી રહ્યા છે.