આમિર આમિર ખાન અત્યારે ફિલ્મ લાલ સીંગ ચડ્ડાને લઈને ચર્ચામાં છે તેઓ ફિલ્મના પ્રોમોશનમાં જોરશોરથી લાગેલ છે આમિર ખાનની ફિલ્મ આવતીકાલે એટલે કે 11 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને લોકો લગાતાર બાયકોટ કરવાનું કહી રહ્યા છે ટ્વીટર અને મીડિયામાં લાલસીંગચડ્ડા બાયકોટ ટ્રેન્ડ કરી રહ્યું છે.
ફિલ્મને લઈને ચાલી રહેલા વિવાદ પર આમિર ખાને ફરી એકવાર પ્રતિક્રિયા આપી છેતેના પહેલા આમિરે લોકોને આવું ન કરવાની અને ફિલ્મ જોવાની અપીલ કરી હતી પરંતુ હવે અમીરે કહ્યું છેકે જેઓ ફિલ્મ જોવા માંગતા નથી તેમની ભાવનાનું સન્માન કરે છે આમિર ખાને હાલમાં મીડિયાથી વાત કર્યા કહ્યું મેં કોઈને કોઈ રીતે દુઃખ પહોંચાડ્યું હોય તો.
હું દિલગીર છું અને હું કોઈને દુઃખ પહોંચાડવા માંગતો પણ નથી જો કોઈ ફિલ્મ જોવા ન માંગતું હોય તો એમની ભાવનાઓનું સન્માન કરીશ અભિનેતાએ એમ પણ કહ્યું તેઓ હજુ પણ ઈચ્છે છેકે લોકો ફિલ્મ જોવા જાય આ અમારો અભિનય પ્રત્યેનો પ્રેમ છે અને આ ફિલ્મ પર ઘણા લોકોએ મહેનત કરી છે અને મને આશા છેકે તમને લોકોને પસંદ આવશે.