Cli
9 હજાર મૃતદેહ ચીરનારી આ ગુજરાતની મહિલાની કહાની, જણાવતા કહ્યું અચાનક એક મૃતદેહ આવતા જમીન સરકી ગઈ...

9 હજાર મૃતદેહ ચીરનારી આ ગુજરાતની મહિલાની કહાની, જણાવતા કહ્યું અચાનક એક મૃતદેહ આવતા જમીન સરકી ગઈ…

Breaking

ગુજરાતમાં કોરોનાની મહામારી બાદ હવે એક એવી જ ગંભીર નવી બીમારી સામે આવી છે જેમાં હદ્વયરોગના હુ!મલા થી ઘણા યુવાનો ના મો!ત થ ઈ રહ્યા છે ગંભીર સ્થિતિના કારણે ડોક્ટરો નિષ્ણાતો અને સરકારની ચિંતામાં વધારો થયો છે ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં પાંચથી વધારે મો!ત હદ્વયરોગના હુ!મલા થી થયા છે.

અને બીજી તરફ કોરોનાના નવા વેરીએન્ટના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે સમગ્ર વિશ્વ માટે આ ચિંતાજનક વિશે બન્યો છે ત્યારે ભારતમાં એવા ઘણા કોરોના વોરિયર છે જેવો પોતાના જીવના જોખમે પણ આ પરિસ્થિતિમાં સેવા આપી રહ્યા છે એવી જ એક મહિલા છે જે છેલ્લા 22 વર્ષથી આ કાર્યમાં સંકળાયેલી છે.

રાજસ્થાન ઉદેપુર જિલ્લાના કેસરિયાજીની રહેવાસી 48 વર્ષના શાંતાબેન પરમાર અમદાવાદ સોલા સિવિલમાં 22 વર્ષથી નોકરી રહે છે સાલ 2001માં જ્યારે તેઓ અમદાવાદમાં નોકરી કરવા માટે આવ્યા હતા ત્યારે પોસ્ટમોર્ટમ રૂમની તેમને સાફસફાઈ ની જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ કોઠાસૂદની મદદથી તેઓ ખૂબ આગળ વધ્યા.

અને ડોક્ટરની સાથે તેમને પોસ્ટમોર્ટમની જવાબદારી સોંપવામાં આવી તાજેતરમાં આઠ માર્ચ મહિલા દિવસના નિમિત્તે શાંતાબેન પરમારના હાથે સોલા હોસ્પિટલમાં કેક કાપી અને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી શરૂઆતમાં તેઓ એક ઇન્જેક્શનથી પણ ડરતા હતા પરંતુ સમય જતા તેઓ ડોક્ટરના સહયોગી બન્યા

.અને તેઓ ડોક્ટરની સાથે ટાંકા લેવાનું ચીરવાનુ અને પોસ્ટમોર્ટમ કરવાનું તમામ કામ સંભાળવા લાગ્યા હવે તેમના માટે મૃતદેહ જોવાના અને તેને પોસ્ટમોર્ટમ કરવાના કોઈ નવી બાબત નથી તેઓ પોતાના 22 વર્ષના લાંબા સમયમાં 9000 થી વધારે પોસ્ટમોર્ટમ કરી ચૂક્યા છે પરંતુ તેમને જણાવ્યું હતું કે ક્યારેય મારા હાથ ધ્રુજતા નથી.

પરંતુ કોઈ સગા સંબંધીનો મૃતદેહ સામે આવે ત્યારે મારા હાથ ચાલતા નથી અને એવો જ કિસ્સો મારી સાથે બન્યો હતો શાંતાબેન એ સમગ્ર ઘટના જણાવતા કહ્યું હતું કે આજથી 20 વર્ષ પહેલા હોસ્પિટલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રીના બેને મને નોકરી અપાવી હતી થોડા વર્ષો બાદ તેઓ નિવૃત્ત થયા હતા અને એક દિવસ જ્યારે.

શાંતાબેન પોસ્ટમોર્ટમ રૂમમાં હતા ત્યારે તેમના સામે આ જ રીના બહેનનો મૃતદેહ આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી
શાંતાબેન જણાવ્યું કે મારી આંખોમાં આંસુ હતા મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી જે મહિલાએ મને નોકરી અપાવી હતી તેમનો જ મૃતદેહ મારી નજરની સામે હતો.

શાંતાબેને વધારે વાત કરતા જણાવ્યું હતું કે ઘણીવાર બિન વારશી મૃતદેહ આવે છે તો હું મારા પગાર માંથી 200 રૂપિયાનું કાપડ લઈ મૃતદેહ ને ઢાકુ છું આ પણ એક સેવાનું કામ છે હું આ કામ કરીને કોઈ ઉપકાર કરતી નથી શાંતાબેન જણાવ્યું હતું કે મારા પરિવારમાં બે છોકરા અને બે છોકરી છે જે મારા પતિ સાથે ગામડે રહે છે મારા પતિ ગામડે ખેતી કામ કરે છે.

શાંતાબેને જણાવ્યું હતું કે સૌથી વધારે પોસ્ટમોર્ટમ કોરુંના મહામારી વખતે કર્યા હતા આજ સુધીમાં અંદાજિત તેમને 9000થી વધારે પોસ્ટમોર્ટમ કર્યા છે તેઓ ડોક્ટરના સહયોગી તરીકે કામ કરે છે ડોક્ટરો બદલાતા રહે છે પરંતુ શાંતાબેન છેલ્લા 22 વર્ષોથી અમદાવાદની સોલા સિવિલમાં ફરજ બજાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *