બૉલીવુડ એક્ટર વિકી કૌશલ અને કેટરીના કૈફ બોલીવુડનું સૌથી ક્યૂટ અને લોકપ્રિય કપલ છે બંને કપલે ગયા વર્ષે રાજસ્થાનમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા લગ્ન કર્યા ત્યારથી આ કપલ ફેન્સની નજરોમાં રહે છે વર્ષો સુધી ગુપચુપ પ્રેમ કર્યા પછી લગ્ન કરેલ આ કપલ અત્યારે સોસીયલ મીડિયામાં પોતાની ફોટો શેર કરતું રહે છે.
એવામાં આ કપલ ગઈ રાત્રે મુંબઈમાં સ્પોટ થયું જ્યાં બંને સ્ટાર એક પાર્ટીમાં શરીફ થઈને પહોંચ્યા હતા એ દરમિયાન બંનેની ક્યૂટ તસ્વીર મીડિયાએ ખીંચી લીધી હતી હકીકતમાં ગઈ રાત્રે ફરહાન અખ્તર અને શિવાની દાંડેકરની એક સ્પેશિયલ પાર્ટી રાખવામાં આવી હતી જ્યાં આ કપલ એકસાથે પહોંચ્યું હતું.
અહીં એકસાથે પહોંચતા જ વિકી કૌશલ અને કેટરીના કૈફની ફોટો મીડિયાએ ક્લીક કરી લીધી હતી આ દરમિયાન કેટરીના કૈફ અને વિકી એકબીજાના હાથોમાં હાથ નાખીને ઉભા જોવા મળ્યા હતા મીડિયાને જોતા જ કેટરીનાએ મીડિયાને હાથ ઊંચો કરીને હાય કર્યું હતું જેમની આ ફોટો અત્યારે વાઇરલ થઈ રહી છે.