આજે પણ ખમીરવંતી ગુજરાતની ધરતી પર લાગણીઓ પ્રેમ બલિદાન સમર્પણ ત્યાગ અને લોકોની મદદ કરવાની ભાવનાઓ જીવંત છે ઘણા એવા પણ લોકો છે હંમેશા સેવાકીય પ્રવૃતિઓ સાથે હંમેશા ચર્ચાઓ માં રહે છે એવો જ એક કિસ્સો ગુજરાત ના ગોડંલ માંથી પ્રકાસ માં આવ્યો છે ગોડંલ જેતપુર નેશનલ હાઇવે પર.
આવેલી ધ ગ્રાડ ખોડીયાર રેસ્ટોરન્ટ માં ચિરાગ ધાનાણી સાગર શેખડા આને પ્રિયંક ધાનાણી ખુબ સેવાભાવી સ્વભાવ ધરાવે છે તેઓ પગપાળા જતા દર્શનાર્થીઓ માટે હંમેશા પોતાની હોટેલના દરવાજા ખુલ્લા રાખે છે આને તેમને ભાવપૂર્વક જમાડે છે પોતાના સ્વભાવથી જાણીતા આ હોટલના માલીકો એ નવરાત્રી મહોત્સવ દરમિયાન પોતાની.
હોટલમાં શહેરની 500 દિકરીઓ ને બેસાડીને ભાવપૂર્વક જમાડીને લ્હાણી પણ વહેંચી હતી દિકરીઓને જમાડતા હોટેલના માલીકે જણાવ્યું હતું કે દિકરીઓ એ પરમાત્મા નું સ્વરૂપ છે આજે અમને આનંદ છે કે દિકરીઓને જમાડી રહ્યા છીએ ભગવાન માતાજી ની મહેરબાની છે પૈસા નથી દિકરીઓના જોતા દિકરીઓ ને દેવાનું હોય લેવાનું ના હોય કહીને.
હોસંભેર ભાવપૂર્વક આદર સત્કાર કરનાર આ હોટેલ નો કિસ્સો સમગ્ર ગુજરાતમાં છવાયો હતો લોકો આર્શીવચન આપતા હોટલ માલિકના આ સેવાકીય કાર્યની પ્રસંસા કરતા જોવા મળ્યા હતા પથંકમાં પોતાની હોટેલમાં તેઓ નિરાધાર ભિક્ષુકો અને પગપાળા જતા લોકોની હંમેશા મદદ કરીને વિના મુલ્યે તેમને ભોજન આપે છે.