ઘણીવાર વ્યક્તિ તેના કામને કારણે એટલો પ્રચલિત થઈ જતો હોય છે કે લોકો તેની અસલ ઓળખ જ ભૂલી જતા હોય છે. તમે બોલિવૂડમાં ઘણા એવા અભિનેતા જોયા હશે જો હાલમાં પોતાના સાચા નામને બદલે કોઈ અન્ય નામથી ઓળખ ધરાવતા હોય આવા જ એક અભિનેતા હતા જુનિયર મહેમુદ. હાલમાં ૬૭ વર્ષની વયે દુનિયાથી વિદાય લેનાર આ અભિનેતા જુનિયર મહેમુદ ના નામે એટલા લોકપ્રિય બન્યા કે આજે મોટાભાગના લોકો તેમને આ જ નામથી ઓળખે છે. ઘણા લોકો એવું માને છે કે આ જ અભિનેતાનું સાચું નામ હતું. પરંતુ તમને જણાવી દઇએ કે જુનિયર મહેમુદ નું અસલ નામ જુનિયર મહેમુદ ન હતું. તેમનુ અસલ નામ તો મહોમદ નઇમ હતું.
જુનિયર મહેમુદ નામ તો તેમને અભિનેતા મહેમુદ દ્વારા લાડમાં આપવામાં આવ્યું હતું. જાણકારી અનુસાર અભિનેતા જે સમયે ઇન્ડસ્ટ્રીમાં નવા હતા તે સમયમાં મહેમૂદે તેમની દીકરીના જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં તેમને ઇન્ડસ્ટ્રીના દરેક કલાકારને બોલાવ્યા હતા. પરંતુ મોહમ્મદ નઇમને આમંત્રણ આપ્યું ન હતું. કહેવાય છે કે , આ વાતથી નારાજ થતા અભિનેતા મોહમ્મદ નઈમે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.તેમને કહ્યું કે તે નવા સ્ટાર છે માટે તેમને બોલાવવામાં નથી આવ્યા. આ વાતની જાણ થતા જ મહેમૂદે અભિનેતાને આમંત્રણ આપ્યું હતું. જાણકારી અનુસાર મોહમ્મદ નઈમે આ પાર્ટીમાં એક પરફોર્મન્સ આપ્યું હતું. આ પરફોર્મન્સ જોયા બાદ મહેમુદ એટલા ખુશ થયા હતા કે તેમને નઈમ ને જુનિયર મહેમુદ નામ આપ્યું હતું.
સાથે જ વાત કરીએ જુનિયર મહેમુદના ફિલ્મી કરિયર વિશે તો ઘણા લોકો આજે તેમને મહેમૂદના દીકરા અથવા પરિવારના સભ્ય સમજે છે. પરંતુ જુનિયર મહેમુદ અને મહેમુદ નો કોઈ પારિવારિક સંબંધ રહ્યો નથી. અભિનેતાની ફિલ્મો માં એન્ટ્રી તેમના શોખને કારણે થઈ હતી. જાણકારી અનુસાર જુનિયર મહેમુદના ભાઈ ફિલ્મોમાં ફોટોગ્રાફી કરતા હતા તેઓ રોજ રાત્રે તેમના ભાઈને ફિલ્મની વાતો કહેતા. આ વાતો સાંભળતા સાંભળતા જ જુનિયર મહેમુદ ને ફિલ્મોમાં રસ લાગ્યો.
કહેવાય છે કે એક દિવસ તેઓ ફિલ્મના સેટ પર ગયા હતા. ત્યારે ફિલ્મમાં ચાઈલ્ડ આર્ટિસ્ટનું પાત્ર નિભાવનારી બાળક વારંવાર પોતાના ડાયલોગ્સ ભૂલી રહ્યો હતો. આ જોતા જ જુનિયર મહેમુદે તેની મજાક ઉડાવવી.તેમને બાળકને કહ્યું કે આટલો નાનો ડાયલોગ યાદ નથી રહેતો. આ સાંભળ્યા બાદ ડાયરેક્ટરે તેમને આ પાત્ર કરી બતાવવા કહ્યું. બસ ત્યારથી જ જુનિયર મહેમુદના કરિયરની શરૂઆત થઈ હતી જણાવી દઇએ કે જુનિયર મહેમુદ પાછલા કેટલાક દિવસોથી કે!ન્સરની બીમારીથી પીડિત હતા. તેમને ચોથા સ્ટેજનું કે!ન્સર હતું. જેને કારણે હાલમાં તેમનુ નિધન થયું.