Cli
21 હજારની માનતા રાખી, દીકરી કેનેડામાં નોકરી લાગી પરંતુ ચારણ ઋષિએ જે કહ્યું ખરેખર જીવનમાં ઉતારવા જેવું છે...

21 હજારની માનતા રાખી, દીકરી કેનેડામાં નોકરી લાગી પરંતુ ચારણ ઋષિએ જે કહ્યું ખરેખર જીવનમાં ઉતારવા જેવું છે…

Breaking

મોગલ ધામ કાબરાઉ કચ્છ માં બિરાજમાન હાજરાહજૂર જેના પરચા નો કોઈ પાર નથી એવી દુઃખીયાના દુઃખ ભાગંતી નિઃસંતાન ને છોરુડા આપતી અને જેને સરમતા માત્ર દેશ વિદેશમાં પણ હાકોટા નાખતી ખમકારા કરીને ઉભી રહે એવી આઈ શ્રી મોગલ મણીધર વડવાળી ના ધામે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે.

પોતાના દુઃખ દર્દને આંખો માં આંશુ સાથે માં ના ચરણોમાં નમન કરીને પોકાર કરે છે પણ પલવારમાં માવડી છોરુના રુદને પરખી લેછે સાચા ભાવ સાચી શ્રદ્ધા અને વિશ્ર્વાસ સાથે નેકદીલી હોય તો એ રડતા આંશુ ને હાસ્યમાં બદલતી માં મોગલના સાનિધ્યમાં એક બહેન એની દિકરી સાથે આવ્યા જેમનું નામ ચંદ્વીકા બેન સોલંકી હતું.

એમને માં મોગલના દર્શન કરીને ચારણ ઋષિ સામંત બાપુ ની પાસે 21 હજાર ધરતા કહ્યું બાપુ હું ઘરેથી આવું છું અને મારી છોકરીને કેનેડામાં નોકરી લાગી ગઈ છે એટલા માટે મેં માનતા રાખી હતી કે 21 હજાર માનતા રૂપે હું માં મોગલના સાનિધ્યમાં અર્પણ કરીશ તો ચારણ ઋષિ સામંતબાપુએ કહ્યું કે પહેલા તો છોકરી ના.

કહેવાય એને દીકરી કહેવાય ઉજ્જડ વારે એને છોકરી કહેવાય અને કહ્યું બેટા સંસ્કૃતિ માં રહેજો ત્યાં ભલે તમે જે પહેરો તે તમે ભારતની ભવાનીઓ છો એમ કહેતા એમના હાથમાંથી પૈસા લઈને 151 ઉમેરી પાછા આપીને કહ્યું કે માં મોગલ ને પૈસા નથી જોતા માં મોગલ ને દીકરીયુ વાલીછે આ દીકરી ના ભણતરમાં વાપરજો સાથે.

ચારણ ઋષિ સામંત બાપુએ જણાવ્યું કે આપના માટે આ પૈસા તંદોલજ છે મારા માટે તો માત્ર કાગળ છે મારે રૂપિયાની જરૂર નથી મારે તો માત્ર માં મોગલ નો આશરો સહારો અને એની ભક્તિ સર્વોપરી છે મા મોગલ ના સાનિધ્યમાં ચારણ ઋષિ સામંતબાપુ ના સનાતની ધર્મના સંસ્કારોનો અદભુત સમન્વય જોવા મળે છે બાપુ અંધશ્રદ્ધા અને.

ઢોંગીઓ વિરુદ્ધ હંમેશા બોલતા આવ્યા છે અને જે લોકો પૈસા લઈને કામ કરેછે એ લોકો પર બાપુના પ્રહાર આકરા હોય છે કારણ કે બાપુ સેવા અને ભક્તિમાં ખૂબ માને છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો જો આપને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો જય માં મોગલ લખીને શેર જરૂર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *