ભાઈ અને બહેન નો એવો પવિત્ર સંબંધ છે કે જે જગમાં સૌથી અનમોલ છે માતા પિતા બાદ જો એક બહેન માટે આ દુનિયામાં કોઈ હોય તો એ તેનો ભાઈ છે અને પિતાની છત્રછાયા ગુમાવેલી એક દિકરીને પોતાનો ભાઈ કેટલી સાચવી શકે તે એ ભાઇઓએ પુરવાર કરી બતાવ્યું છે પોતાની લાડકવાયી બહેનના લગ્ન નું મામેરું લઈને જે ભાઈઓ પહોંચ્યા.
જેને જોતા લોકો દંગ રહી ગયા હતા નાગૌદ જીલ્લાના રાજોદ ગામના બે ભાઈઓ એ પોતાની બહેનના ત્યાં શુભ પ્રસંગે મામેરામાં 71 લાખ રોકડા 41 તોલા સોનું અને 5 કિલો ચાંદી ના દાગીના ભેટ આપ્યા છે પોતાના ભાણા આકાશ ના લગ્ન માં બહેન સંતોષ ના ઘેર સતીષ ભાઈ અને મુકેશભાઈ મામેરું લઈને સોનેલી ગામે પહોંચ્યા હતા.
મામેરુ પહોચંતા લોકો દંગ રહી ગયા હતા 500 ની નોટાના બંડલની થારીઓ ભરેલી હતી 71 લાખ રૂપિયા રોકડા અને સોનાના આભૂષણો ની ભરેલી થારીઓ માં 41 તોલા સોનુ અને 5 કિલો ચાંદી જોતા લોકો હેરાન રહી ગયા હતા રાજોદ ગામના રહેવાસી બહેન સંતોષના ભાઈ દિનેશ ગોદરા ઈરાક માં અમેરીકન એમ્બેસી માં નોકરી કરે છે.
તો નાનો ભાઈ મુકેશ ગોદરા ભારતીય સેનામાં આર્મી જવાન તરીકે સેવા આપે છે બંને ભાઈઓની લાડકી બહેન સંતોષ ના પિતા હજારી રામ ગોદરા આર્મી માં સેવા આપતા હતા પરંતુ 20 વર્ષ પહેલાં તેમનું દેહાંત થયું હતું માતા ગુલાબ દેવી હાજર હતા બંને ભાઈઓ પોતાની બહેન માટે ડોલર ટાંકેલી ચુદંળી લઈને આવ્યા હતા.
પિતાના અવસાન બાદ બંને ભાઈઓ પોતાની બહેન ને ખુબ લાડકોડ થી રાખતા હતા અને બહેનને કાંઈ ઓછું ના આવે એ માટે તેઓ ભવ્ય રીતે મામેરું લઈને પહોંચ્યા હતા નાગૌર જીલ્લો મામેરા ની બાબતમાં દેશભરમાં આગવું સ્થાન ધરાવે છે જેની એક લોકવાયકા પણ છે રાજાશાહીમાં જયાલના ગોપાલ બશંત અને.
ધિન્યાળાના ધર્મોજીએ બિદીયાસરે રાજના પૈસે ધર્માધીપતિ લિચ્છમા ગુજરીના મામેરા ભર્યા હતા અને ત્યારબાદ થી જ મામેરામાં ગીતો ગવાય છે કે બીરા બંજે તું જયાત રો જાત બજે ખિયાલા રો ચૌધરી આવા મંગલ ગીતો વચ્ચે બંને ભાઈઓ એ ભરેલા મામેરા ની ચર્ચા સમગ્ર દેશમાં થવા પામી હતી.