ઘણા બધા સંતાનો પોતાના માતા પિતા ના સપના પૂરા કરવા માટે દિવસ રાત મહેનત કરતા જોવા મળે છે આ ઘોર કળયુગમાં પણ જે તરફ પોતાના માતા પિતાને અનાથ આશ્રમમાં મૂકનારા બાળકો છે તો બીજી તરફ પોતાના માતા પિતાનો આદર કરી ભગવાન જેમ પુજતા પણ બાળકો જોવા મળે છે અમદાવાદ શહેરમાં વિજયભાઈ ચૌહાણ નામના.
વ્યક્તિએ પોતાના માતા-પિતાના 50મી વર્ષગાંઠ નિમિત્તે એક સુંદર ભેટ આપી હતી અને બંનેના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં જાન જોડવામાં આવી હતી ભોજન સંભારમ કરવામાં આવ્યો હતો માતા પિતાનો બગી પર ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને સુંદર પોસ્ટરો પર માતા પિતાની તસવીરો લગાવી અને.
ડેકોરેશન સાથે પરિવારજનો અને સગા સંબંધીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને લગ્ન મંડપમાં ફેરા ફરવાની સાથે મોજડી સંતાડવાની તમામ રીતિ રિવાજ પણ ચૌહાણ પરિવારે કરી હતી ચૌહાણ પરિવારમાં હરખના તેડા હતા આ વિશે વાત કરતા વિજયભાઈ ચૌહાણ એ જણાવ્યું હતું કે જ્યારે હું મારા.
માતા પિતાનો લગ્નનો આલ્બમ જોઈ રહ્યો હતો એ સમયે મને દુઃખ લાગ્યું હતું માતા પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે એ સમયે ભવ્ય રીતે લગ્ન થઈ શક્યા નહોતા અને સામાન્ય લગ્ન થયા હતા આજના યુગમાં જ્યારે શાનદાર લગ્ન યોજવામાં આવે છે ત્યારે મને પણ એમ થયું કે મારા.
માતા પિતાના લગ્ન પણ હું ભવ્ય રીતે ફરીથી કરું અને એ જ પ્રેમ એ જ લાગણીઓથી ચૌહાણ પરિવાર માં ખુશી જોવા મળી હતી અને વિજયભાઈ ચૌહાણના આ નિર્ણય નો પરિવારજનોએ આવકાર કર્યો હતો 50 વર્ષે પોતાના દિકરાના કહેવાથી વિજયભાઈએ પોતાના માતા પિતા ને સુંદર વર્ષગાંઠ ની ભેટ આપી હતી.
અને આ નિમિત્તે વિજયભાઈ ના માતા પિતા દુલ્હા અને દુલ્હનની જેમ શેરવાની અને ચણિયાચોરીથી સજેલા જોવા મળતા હતા આ લગ્નમાં ઘણા બધા લોકો જોડાયા હતા વિજયભાઈ ચૌહાણની હૃદય સ્પર્શી લાગણીઓ જોતા લોકો ખુશી વ્યક્ત કરી અને આ કામગીરી ને બિરદાવી રહ્યા હતા.