લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષોથી દર્શકોનો પસંદીદા શો રહ્યો છે આ શોને દર્શકો ખૂબ પસંદ કરે છે એ વચ્ચે શો માંથી ઘણા કલાકારો બહાર થઈ ગયા છે કોઈના કોઈ કારણોસર ઘણા ફેમસ કલાકારો એ આ શો છોડ્યા બાદ શો ની ટીઆરપી પર ખુબ મોટી અસર થઈ છે જેના કારણે શો મેકર પરેસાન અને ચિંતિત થયા છે.
દયાબેન નું પાત્ર ભજવનાર દિશા વાકાણી શૈલેષ લોઢા જેવા કલાકારો ના જવાથી શો ને ખુબ મોટો ફટકો પડ્યો છે શો મેકર દયાબેન ના પાત્ર માં હવે નવી અભિનેત્રી લાવવા માંગે છે જેના ઓડીસન લેવાના પણ હાથ ધરાયા છે આ વચ્ચે અભિનેત્રી કાજલ પિસાલ દયાબેન ના પાત્ર માટે ઓડીસન આપવા માટે શો મેટર પાસે પહોંચી હતી.
પરંતુ ઓડિશન આપ્યા બાદ તેમણે શો મેક તરફથી ફરી ફોન આવ્યો નહીં એ વચ્ચે શો મેકર આશિત મોદી નુ પણ નિવેદન સામે આવ્યું હતું કે કોણ છે આ કાજલ પિશાલ અમે ઓળખતા નથી કાજલ પિશાલ ને અને હું તેને મળ્યો પણ નથી આ બાબતે આસીત મોદી એ જણાવ્યું હતું કે દયાબેન ના રોલ માટે ઓડીશન ચાલી રહ્યું છે.
જેમાં અનુકૂળ અભિનેત્રી આવતા જ નવા દયાબેન ના પાત્રમાં અમે તેને લાવીશુ આપને જણાવી દઇએ કે કાજલ પીસાલ ખુબ જાણીતી અભિનેત્રી અભિનેત્રી છે નાગીન 5 સાથ નીભાના સાથીયા સિર્ફ તુમ જેવી ટીવી સીરીયલ માં તેને ઉમદા અભિનય કર્યો છે તે સોશિયલ મીડિયા પર પણ ખુબ લોકપ્રિયતા ધરાવે છે.
એ છતાં પણ શો મેકર આસીત મોદી ના આ નિવેદન થી કાજલ પીસાલ ને દુઃખ લાગ્યું હતું તેને પોતાની ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરી પર આ વાતનું દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તારક મહેતા શો મેકર આશિત મોદી ને જો મારો અભિનય પસંદ ના આવે તો તે જણાવી શકે આવી રીતે કોઈનું અપમાન કરવું ઉચીત નથી.