Cli
sunny devol road side viral video truth reveal

સની દેઓલ પી ને રસ્તા પર લથળીયા ખાતા જોવા મળ્યા ! જાણો આ વાયરલ વિડીયો પાછળની સચ્ચાઈ…

Bollywood/Entertainment Breaking

કહેવાય છે ને આંખે જોયેલું બધું જ સાચું નથી હોતું. તેમાં પણ વાત કરી આજના સોશિયલ યુગની તો આજના સોશિયલ મીડિયા યુગમાં રોજના હજારો વિડીયો વાયરલ થતા હોય છે. લોકો વિડીયો પાછળની સત્ય હકીકત જાણ્યા વિના તે વીડિયોને વાયરલ કરી મજા લેતા હોય છે. એટલું જ નહીં આ વીડિયોને જોનાર લોકો પણ વિડિયો પાછળની સત્ય હકીકત જાણ્યા વિના જ ગમે તેમ કૉમેન્ટ કરતા હોય છે.

હાલમાં આવું જ કંઈક અભિનેતા સની દેઓલના એક વિડીયો સાથે થઈ રહ્યું છે. એ તો તમે જાણતા જ હશો કે થોડા સમય પહેલા સની દેઓલનો એક વિડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ મુંબઈના રસ્તા પર લથડીયા ખાતા જોવા મળી રહ્યા હતા. કોઈ દારૂડિયો વ્યક્તિ લથડીયા ખાઈ રહ્યો હોય તે રીતે સની દેઓલ મુંબઈના રસ્તા ઉપર લથડીયા ખાતા જોવા મળી રહ્યા હતા. આ વીડિયોમાં સની દેઓલ એ હદે નશામાં ધૃત જોવા મળી રહ્યા હતા કે એક રિક્ષાવાળાએ તેમનો હાથ પકડી તમને રિક્ષામાં બેસાડવા પડ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયો ને જોતા સની દેઓલના ચાહકો તેમની આ હાલતને લીધે ચિંતામાં આવી ગયા હતા, તો કેટલાક લોકો તેમની આ હાલત પર અભદ્ર ટિપ્પણી કરતા પણ જોવા મળી રહ્યા હતા જોકે હાલમાં જ આ વિડીયો અંગે સત્ય હકીકત સામે આવી છે. હાલમાં જ અભિનેતા સની દેઓલે પોતાના આ વિડીયો પાછળની હકીકત વિશે વાત કરી છે. આ વિડીયો અંગે બાત કરતા તેમને જણાવ્યું કે આ વિડીયો તેમની આવનારી ફિલ્મ સફરનો છે.

અભિનેતા સની દેઓલ એ જણાવ્યું કે આ ફિલ્મ તમને ગદર -૨ સાઈન કરતા પહેલા જ સાઈન કરી હતી. જણાવી દઇએ કે સની દેઓલની ગદર -૨ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી. આટલી સફળતા બાદ સની દેઓલને આ પ્રકારે નશામાં ધૂત જોવા એ સ્વાભાવિક રીતે જ ચિંતા ઉપજાવે તેવી વાત છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ અભિનેત્રી રશ્મિકા મંદાનનો પણ એક ફેક વીડિયો સામે આવ્યો હતો. એઆઇ દ્વારા બનાવેલા આ વિડીયોની પણ ખૂબ ચર્ચા થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *