Cli
સની દેઓલ ની ફિલ્મ ગદર 2 નો હવે પાકિસ્તાનમા પણ વાગસે ડંકો, ફેન્સ માટે મસ્ત ખબર...

સની દેઓલ ની ફિલ્મ ગદર 2 નો હવે પાકિસ્તાનમા પણ વાગસે ડંકો, ફેન્સ માટે મસ્ત ખબર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં છેલ્લા 40 વર્ષોથી લગાતાર હીટ ફિલ્મો આપીને ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર બોલીવુડના એક્શનના સુપરસ્ટાર સની દેઓલ પોતાની આવનારી ફિલ્મ ગદર ટુ ને લઈને ખુબ ચર્ચાઓ માં છે જે ફિલ્મ નું 26 જાન્યુઆરી ના રોજ ફ્સ્ટ લુક સામે આવતા ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ફિલ્મના પોસ્ટર માંથી આક્રમક અંદાજમાં જોવા મળે છે હાથમાં હથોડો અને પાકિસ્તાની આર્મીને ધૂળ ચટાડતા સની દેઓલને જોતા ચાહકોનો ઉત્સાહ ખૂબ જ વધી ગયો છે આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023 ના રોજ રિલીઝ કરવામાં આવશે સાલ 2001 માં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા ની ભવ્ય સફળતા બાદ આ ફિલ્મની કહાની ને.

ફરી બેઠી કરવા ફિલ્મ નિર્માતા અનીલ શર્મા સિક્વલ ગદર 2 માં ફરી પાકિસ્તાન ને ધુળ ચટાડતા જોવા મળશે દેશભક્તિથી ભરપૂર આ ફિલ્મને જોવા માટે દર્શકો પણ ખૂબ જ ઉત્સુકતા વ્યક્ત કરી રહ્યા છે ફિલ્મની કહાની મા તારા સિંહ નો દીકરો જીતે મોટો થઈ જશે અને દુશ્મન દેશ પાકિસ્તાન માં તેને લેવા માટે સની દેઓલ.

ફરી પાકિસ્તાનમાં કોહરામ મચાવતા જોવા મળશે ફિલ્મ ની કહાની સાલ 1971 ના ભારત પાકિસ્તાન ના યુદ્વ પર આધારીત રહેશે આ ફિલ્મ માં સકીના ના પાત્રમાં ફરી અમિષા પટેલ જોવા મળશે સની દેઓલ એ પોતાના ફિલ્મી કેરિયરમાં મા તુજે સલામ ઇન્ડિયન બોર્ડર ગદર એક પ્રેમ કથા જેવી ઘણી બધી ફિલ્મો માં પાકિસ્તાન ની હંમેશા ઝાટકણી કાઢી છે.

તેઓ હંમેશા દેશભક્તિ થી ભરપુર ફિલ્મો કરતા આવ્યા છે જેના કારણે ઘણા લોકો એમ માને છે કે પાકિસ્તાન ના લોકો સની દેઓલ ની ફિલ્મો જોવાનું પસંદ નથી કરતા તો એમની ફિલ્મો પાકિસ્તાનમાં બેન કરવામાં આવે છે પરંતુ એવું કાંઈ જ નથી પાકિસ્તાન માં પણ સની દેઓલના ઘણા પ્રશંસક છે.

પાકિસ્તાનમાં પણ સની દેઓલ ની ફિલ્મોને ખૂબ પ્રેમ આપવામાં આવે છે જે વિશે વાત કરતા આપકી અદાલત શોમાં સની દેઓલે પોતે જણાવ્યું હતું કે પાકિસ્તાન ના લોકો ખુબ સારા છે એવું કાંઈ નથી હું પાકિસ્તાન માં પણ જઈ શકું છું ત્યાંના લોકો પણ મને પ્રેમ કરે છે સની દેઓલ એ સાથે જણાવ્યું હતું કે ઘણીવાર વિદેશમાં.

પાકિસ્તાની લોકો મને એરપોર્ટ પર મળે છે અને ખૂબ પ્રેમથી બોલાવે છે સાથે મારી ફિલ્મો પણ તે જોવે છે તેમને જણાવ્યું હતું કે અમુક લોકો ખોટી દ્રષ્ટિથી જુએ છે બાકી પાકિસ્તાનમાં પણ મારી ફિલ્મો ઘણા ચાહકો જોવે છે સની દેઓલ એ ગુરુ નાનકજી 550 પ્રકાશ પર્વ પર કરતાલપુર કોરીડોરમા ભાગ લેવા માટે.

પાકિસ્તાન માં ગયા હતા અને ત્યાંથી પરત આવતા મિડીયા સાથેની વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં મારી યાત્રા ખૂબ જ શાનદાર રહી લોકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો તેઓ મારી ફિલ્મો જુએ પણ છે અને મને પસંદ પણ કરે છે આ શાંતિની નવી શરૂઆત છે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જૌડાયા ગુરુગાવ માં.

તેઓ સાસંદ પણ બન્યા ઘણા લોકોએ એવો દાવો કર્યો હતો કે હવે પાકિસ્તાનને મુ તોડ જવાબ મળશે પરંતુ પાકિસ્તાન સાથે સની દેઓલ ના ચાહકો પાકિસ્તાન માં પણ છે જ્યારે ગુરુનાનક ના શુભ પ્રસંગે તેઓ પાકિસ્તાન માં ગયા હતા એ સમયે તેમનું પાકિસ્તાન માં ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *