Cli
અન્નદાતા ની આવી હાલત, ખેડુત ની 512 કિલો ડુંગળી ના માત્ર 2 રુપીયા વધ્યા, એમાંય 2 રૂપિયા નો ચેક આપ્યો...

અન્નદાતા ની આવી હાલત, ખેડુત ની 512 કિલો ડુંગળી ના માત્ર 2 રુપીયા વધ્યા, એમાંય 2 રૂપિયા નો ચેક આપ્યો…

Breaking

ખેતરમાં દિવસ અને રાત તડકો અને છાયો જોયા વિના મહેનત કરતા ખેડૂતોને જો પોતાના પાકના ભાવના મળે તો આનાથી વધારે દુઃખ ની બાબત બીજી શું હોઈ શકે એવી જ એક ઘટના મહારાષ્ટ્ર માંથી સામે આવી છે સોલાપુર ના બરશી તાલુકાના બારગામ માં રહેતા 58 વર્ષીય રાજેન્દ્ર તુકારામ ચૌહાણ

જમને ડુંગળીની ખેતી કરી હતી 17 ફેબ્રુઆરીના રોજ તેમને વધારે ડુંગળીના ભાવ મળશે તેમ વિચારી તેઓ પોતાના ઘેરથી 512 કિલો ડુંગળી લઈને 70 કિલોમીટર દૂર સોલાપુર માર્કેટમાં પહોંચ્યા હતા પરંતુ એપીએમસી ના વેપારીએ તેમના ડુંગળીના પાકની ક્વોલિટી ખરાબ જણાવી હતી ઘણા પ્રયત્નો કરવા છતાં.

રાજેન્દ્ર ચૌહાણ ને વધારે ભાવના મળતા તેમને માત્ર એક રૂપિયે કિલો ડુંગળી વેચી દીધી હતીરાજેન્દ્ર ચૌહાણ ને વ્યાપારીએ માત્ર બે રૂપિયા નો ચેક આપ્યો હતો 510 રુપિયા તેમનું ભાડું કાપી લેવામાં આવ્યું હતું જે ચેક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો તેના પર લોકો ખૂબ જ ગુસ્સો.

વ્યક્ત કરી રહ્યા હતા આમ અમને ખેડૂત રાજેન્દ્ર ચૌહાણ એ જણાવ્યું હતું કે 40 હજાર રૂપિયામાં ડુંગળીનો પાક તૈયાર થયો હતો ગયા વર્ષે તેને 20 રૂપિયા કિલો ડુંગળીના ભાવ મળ્યા હતા આ વર્ષે ખાતર બિયારણ જંતુનાશક દવા ખૂબ મોંઘી થવાના કારણે 500 કિલો ડુંગળી ઉગાડવા માટે.

તેને 40 હજાર નો ખર્ચ કર્યો હતો આ મામલે જ્યારે મીડિયાએ વ્યાપારી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે વેપારી નાસીર ખલીફા એ જણાવ્યું હતું કે ખેડૂતના ડુંગળી ના પાકની ગુણવત્તા બરાબર નહોતી કોલેટી ખરાબ હોવાના કારણે તેની માત્ર એક રૂપિયે ખરીદી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *