Cli
ખેડૂતોની આવી હાલત, ઉપલેટાના ખેડૂતે જમીનમાં સમાઈ માથુ જ બહાર રાખી સરકાર પાસે આ કારણે ઈચ્છા મૃત્યુ ની માંગણી કરી..

ખેડૂતોની આવી હાલત, ઉપલેટાના ખેડૂતે જમીનમાં સમાઈ માથુ જ બહાર રાખી સરકાર પાસે આ કારણે ઈચ્છા મૃત્યુ ની માંગણી કરી..

Breaking

દેશભરમાં સરકાર પાસે ઘણા લોકો પ્રસ્તાવ મૂકતા હોય છે આવેદન આપતા હોય છે અને ન્યાય ની માગંણી કરતા હોય છે ખેડુતો ખુબ મહેનતથી રાત દિવસ ખેતરમાં કાળી મજૂરી કરી તડકો છાંયો વરસાદ કે ઠંડી જોયા વિના કામ કરીને મોંઘાભાવના બીયારણ ખાતર અને મોંઘાં ડીઝલ થી ટ્રેક્ટર ચલાવી પોતાના ખેતરમાં વાવેતર.

કરી દિવશ રાત મહેનત કરતા હોય અને જ્યારે પોતાના પાકને તૈયાર કરી અને તેઓ જ્યારે વ્યાપારી પાસે લઈને પહોંચે છે ત્યારે તે પાકની રકમ વેપારી નક્કી કરે છે અને ઘણી વાર તેમને પાકની ગુણવત્તા બરાબર રકમ મળતી નથી અને એ જ તેમના પાકનુ અનાજ દુકાનોમાં મોંઘી કિંમત માં વેચાય છે તો ઘણી વાર ખેડુતો ના શાક નિષ્ફળ જતાં.

દેવાદાર પણ બને છે જેને કારણે ઘણા બધા ખેડૂતો પોતાનું જીવન ખુદ ખુશી કરીને ટૂંકાવતા પણ જોવા મળ્યા છે એ વચ્ચે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડિયો સામે આવ્યો છે જે વીડિયોમાં એક ખેડુત પોતાના જ ખેતરમાં જમીન માં સમાઈ માત્ર પોતાનું માથું જ જમીનમાં બહાર રાખીને સરકારને વિનંતી કરી રહ્યા છે.

આજુબાજુ માં સરકાર સામે દેખાવ કરવા બીજા ખેડૂતો પણ હાથમાં સુત્રો ના બેનર સાથે બેઠેલા છે આ વિડીઓ માં ખેડુત જણાવી રહ્યા છે કે ધોરાજીના ખેડુતને અને તમામ ખેડુતો ને પુરા ભાવ આપો અમારા પાકના પુરા ભાવ મળતા નથી પુરા ભાવના મળે તો અમારે શું કરવાનું અમારે ગુજરાન કેવી રીતે.

ચલાવવાનુ પુરા ભાવ ના મળવાના કારણે અમે ખેડૂત દેવામાં ડૂબી ગયા છીએ અમારી ઉપર દેવું વધી ગયું છે તમે એટલી જ માગણી કરીએ છીએ કે ખેડૂત જે કંઈ પણ પાક નું ઉત્પાદન કરે તેના તમે પુરા ભાવ આપો નહીંતર હવે ઈચ્છામૃત્યુ ની માંગણી અમે કરીએ છીએ ખુબ દુઃખ સાથે અનોખી રીતે હવે સરકાર નુ ધ્યાન પોતાની.

તરફ કરવા એક ખેડુત સરકાર ને વિનંતી કરી રહ્યા છે આ વિડીઓ ઉપલેટા વિસ્તારમાં થી સામે આવ્યો છે પાક નિષ્ફળ અને પાક ના પુરતા ભાવના મળવાના કારણે ઘણા બધા ખેડુતો સરકારને વિનંતી કરતા જોવા મળે છે આ વિડીઓ ખુબ વાયરલ થયો છે જેના પર લોકો પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *