બોલીવુડની સિનિયર અભિનેત્રી ફરીદા જલાલ ને તમે અનેક ફિલ્મોમાં જોઈ હશે. એક સમય હતો જ્યારે દરેક ફિલ્મમાં મા ના રોલ માટે ફરીદા જલાલ ને જ યાદ કરવામાં આવતા હતા. જો કે હાલમાં તે કોઈપણ ફિલ્મમાં જોવા મળતા નથી. પરંતુ હાલમાં તેમનુ એક ઇન્ટરવ્યૂ સામે આવ્યું છે જેમાં તેમને જણાવ્યું કે શાહરુખ, સલમાન સાથે આટલી ફિલ્મો કરવા છતાં હાલમાં તેમની સાથે કોઈ સંપર્ક કેમ નથી.
હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું કે શાહરુખ ખાન અને સલમાન ખાન સાથે તેમના ખૂબ જ સારા સંબંધો હતા પરંતુ એટલો લાંબો સમય વીતી ગયો છે કે હવે કદાચ તેમના નંબર બદલાઈ ગયા છે.
ફરીદા જલાલે કહ્યું તેમણે શાહરૂખની એક ફિલ્મ ગમી હતી જેને વખાણ કરવા માટે તેમણે એકવાર શાહરૂખને ફોન કરવાની કોશિશ કરી હતી. પરંતુ તે નંબર પર કોઈ જવાબ આપી રહ્યો નહોતું. તેમણે કહ્યું કે જ્યારે તમે તેના સેક્રેટરી સાથે વાત કરો અને તે સરખી રીતે તમને જવાબ ન આપે તો તમે શું કરી શકો.
આવું જ સલમાન ખાનના નંબરમાં પણ છે, તેમને પણ સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ ન લાગ્યો તો હું કેવી રીતે એમનો સંપર્ક કરું. અભિનેત્રીએ કહ્યું કે હા, શાહરૂખે એકવાર મારી મદદ કરી હતી. જ્યારે મારા ખભાની સર્જરી હતી તો મે પણ ત્યાં કરાવી હતી જ્યા તેને કરાવી હતી. તેને મને હિમ્મત આપી હતી અને કઈ રીતે સર્જરી બાદ કાળજી લેવી, આરામ કરવો તે અંગે જણાવ્યું હતું.
ફરીદા જલાલે કહ્યું કે હવે તેમનો કોઈ સંપર્ક નથી, તેમના સેક્રેટરી દ્વારા તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ તો તેઓ સરખો જવાબ નથી આપતા. બોલીવુડ ઇન્ડસ્ટ્રીની જે હકીકત ફરીદા જલાલે જણાવી તે ખરેખર ખૂબ જ દિલ દુખાવનારી છે.
એક સમય બાદ સિનિયર કલાકારો પોતાના કો એક્ટર્સ સાથે વાત નથી કરી શકતા, જે મેનેજર અથવા સેક્રેટરી હોય છે તે પણ નથી સમજતા કે આ લોકોનો કોઈ ખાસ સંબંધ હોઈ શકે છે. દરેક એક્ટર સુપરસ્ટાર પાસે ફિલ્મ માંગવા માટે ફોન કરે તેવું જરૂરી નથી.