Cli
khajurbhai news

અમેરિકામાં ગયેલા ખજૂર ભાઈને પોલીસે પકડ્યા, જે બાદ થયું એવું કે ખજૂર ભાઈને…

Life Style

કહેવાય છે ને કે તમારા ઇરાદા સારા હોય તો કોઈપણ દેશમાં જાઓ,કોઈપણ જગ્યા પર જાઓ ભગવાન હમેશા તમારી સાથે જ રહેતા હોય છે. હાલમાં આવું જ કઈ બન્યું છે બાળકો,યુવાનો અને આપણા દરેકના પ્રિય ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની સાથે.દોસ્તો એ તો તમે જાણતા જ હશો.

કે ગુજરાતમાં સોનું સુદ નામે લોકપ્રિય બનેલા નીતિન ભાઈ ભારતમાં કે ગુજરાતમાં જ નહિ પણ વિદેશમાં પણ પોતાના કામને કારણે ખૂબ જ લોકપ્રિય બન્યા છે તેઓ અવારનવાર અમેરિકાની મુલાકાત લેતા હોય છે.

આવી જ એક મુલાકાત દરમ્યાન અમેરિકન પોલીસે તેમની કારને ઊભી રાખી હતી જેનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.હાલમાં આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખજૂર ભાઈ બે ત્રણ વ્યક્તિ સાથે કારમાં જઈ રહ્યા છે એવામાં પોલીસ કારને ઊભી રાખી પૂછપરછ કરી રહી છે.

જો કે ખજૂરભાઈ યુ ટ્યુબર છે અને સમાજ સેવાના કાર્ય કરે છે તે જાણ્યા બાદ પોલીસ તેમને કારની સ્પીડ કંટ્રોલમાં રાખવાની ચેતવણી આપી જવા દે છે. જણાવી દઇએ કે ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીએ આજ સુધી અને ખાસ કરી.

વાવાઝોડા તેમજ બીમારીના સમય દરમિયાન કરોડો ગરીબોને ઘર બનાવવામાં મદદ કરી છે,સારવારમાં મદદ કરી છે. આ ઉપરાંત તે ગરીબ બાળકોને ભણવામાં પણ મદદરૂપ બને છે.સાથે જ તેઓ ખજૂર અને જિગ્લીના કોમેડી વિડિયો માટે પણ ખૂબ જાણીતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *